Not Set/ ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી

વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકેનાં ત્રણ વર્ષનાં કાર્યકાળમાં સમગ્ર દેશમાં ગુજરાત એક નંબર બન્યું તેવું જોવા મળ્યું હતું.  PM મોદીનાં મોડલ સ્ટેટને CM રૂપાણીએ અવવ્લ અને અગ્રેસર રોલમોડેલ સ્ટેટ બનાવ્યું. પ્રજા વચ્ચે સંવેદનશીલ સરકારની છાપ ઉભી કરવામા CM રૂપાણી અને તેનું મંત્રી મંડળ સફળ રહ્યું અને અનેક બાબતોમાં શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ પ્રસ્થાપિત થવાની સાથે સાથે પ્રજા ઉપયોગી […]

Uncategorized
In new year, the state government gave a gift to IPS of Gujarat By giving it a promotion

વિજયભાઈ રૂપાણીનાં મુખ્યમંત્રી તરીકેનાં ત્રણ વર્ષનાં કાર્યકાળમાં સમગ્ર દેશમાં ગુજરાત એક નંબર બન્યું તેવું જોવા મળ્યું હતું.  PM મોદીનાં મોડલ સ્ટેટને CM રૂપાણીએ અવવ્લ અને અગ્રેસર રોલમોડેલ સ્ટેટ બનાવ્યું. પ્રજા વચ્ચે સંવેદનશીલ સરકારની છાપ ઉભી કરવામા CM રૂપાણી અને તેનું મંત્રી મંડળ સફળ રહ્યું અને અનેક બાબતોમાં શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ પ્રસ્થાપિત થવાની સાથે સાથે પ્રજા ઉપયોગી નિર્ણયો પણ લેવામાં આવ્યા.

650144 vijay rupani 1 ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી
file pic

CM  રૂપાણીનાં નેતૃત્વમાં  આ તમામ બાબતોમાં પ્રથમ ક્રમે રહ્યું  ગુજરાત

૧. એવરેજ ગ્રોથ રેટમાં અને ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં સમગ્ર દેશમાં ગુજરાત છે પ્રથમ ક્રમે

૨. ૧૦ ટકા બિનઅનામતનો અમલ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે પ્રથમ ક્રમે

૩. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો અમલ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે પ્રથમ ક્રમે

૪. કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનાનાં અમલ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે પ્રથમ ક્રમે

૫. કેન્દ્ર સરકારની શ્રમયોગી માનધન યોજનાનાં લાભ મેળળવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે પ્રથમ ક્રમે

CM રૂપાણીની અધ્યક્ષતામાં આ બાબતોમાં ગુજરાત અવ્વલ છે

48027 vijay rupani dna ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી
file pic

૬. રાયડો, ચણા, તુવેર, અડદનું દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય છે ગુજરાત

૭. ૧૦૧.૮૭ લાખ ગાંસડી કપાસના ઉત્પાદન સાથે ગાંસડી કપાસ પાકનું દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય છે ગુજરાત

૮. ૩૯.૩૬ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદન સાથે દેશમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરનાર રાજ્ય છે ગુજરાત

૯. દિવેલા, ભીંડા, આદું, હળદર, જીરું, પપૈયા ચીકુનું દેશમાં સૌથી વધુ વાવેતર-ઉત્પાદન કરનાર રાજ્ય છે ગુજરાત

૧૦. ૧૩૫.૬૯ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર રાજ્ય છે ગુજરાત

CM રૂપાણીની આગેવાનીમાં ગુજરાત છે અગ્રેસર

625914 rupani vijay 061617 ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી
mantavyanews.com

૧૧. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને વીજબીલની ઈલેક્ટ્રીસિટી ડ્યુટીમાંથી માફી આપવામાં આવી છે

૧૨. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે છેલ્લા ત્રણ વર્ષમાં મહિલા રોજગાર મેળા યોજીને આર્થિક રીતે મહિલાઓના સશક્તિકરણનું અદ્દભૂત કાર્ય કર્યું છે

૧૩. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેનાં ત્રણ શહેરો દેશનાં ટોપ-ટેન સ્માર્ટ સીટીમાં સ્થાન ધરાવે છે

૧૪. સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસનાં વિતરણ માટેની અધિકૃત મંજૂરી મળેલી છે

૧૫. સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેણે દિવ્યાંગો માટે પોલીસી બનાવવાનું આયોજન કર્યું છે

CM રૂપાણીનાં પ્રયત્નોથી ગુજરાત છે પ્રથમ

744503 rupanivijay 040518 ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી

૧૬. ૧૦.૪ ટકાનાં વિકાસ દર ઉપરાંત ૨૦૧૭-૧૮માં ૧૧.૨. ટકાનાં હાઈ ગ્રોથ રેટ સાથે સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૧૭. કુલ ઘરેલું ઉત્પાદનનાં વૃદ્ધિદર તથા અર્થતંત્રનાં વ્યવસ્થાપન મામલે સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૧૮. સૌથી વધુ રોજગારી તથા સૌથી ઓછી રાજકોષીય ખાધમાં સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૧૯. દિવ્યાંગ નિગમ, યોગ આયોગ, બિન અનામત આયોગની રચનામાં સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૨૦. કોમ્પ્યુટરાઈઝડ કેસ મોનીટરીંગ સીસ્ટમ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૨૧. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

૨૨. યુવાનો, મહિલાઓ અને અનુસૂચિત જાતિનાં લોકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ

૨૩. સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર અને અવ્વલ ગુજરાત

CM રૂપાણીની મહેનત, મહત્વકાંક્ષાથી ગુજરાત છે મોખરે

CM Rupani made an announcement for the families of Dang Accident victims
mantavyanews.com

૨૪. કો-પ્રોસેસિંગ દ્વારા વેસ્ટનો નિકાલ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૨૫. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અને પ્રમોશન મંત્રાલયનાં સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ ૨૦૧૮માં સમગ્ર દેશમાં મોખરે

૨૬. કૃષિ ક્ષેત્રે વીજ પૂરવઠો પૂરો પાડવામાં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૨૭. સ્વચ્છ ગ્રામીણ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૨૮. નેશનલ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૬.૮ ટકાનાં યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૨૯. નીતિ આયોગનાં કમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષ-૨૦૧૮માં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૩૦. જીએસટીનાં સૌથી વધુ યોગદાનમાં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

૩૧. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સમગ્ર દેશમાં ગુજરાત છે મોખરે

CM રૂપાણીનાં વિઝન-મિશનથી ગુજરાતને મળી ભવ્ય-દિવ્યતા

vijay rupani 650x400 51513768183 1 ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી

 

૩૨. દેશમાં ૩૦ કિમીની ત્રિજ્યામાં સૌથી વધુ ડાયાલિસીસ સેન્ટર ગુજરાતમાં છે

૩૩. વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે

૩૪. વિશ્વમાં ક્યાંય ન હોય એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ગાંધી મ્યુઝીયમ અને વર્લ્ડ ક્લાસ ગાંધી એક્ઝિબિશન ગુજરાતમાં છે

૩૫. ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનોસોર ફોસિલ પાર્ક મ્યુઝિયમ ગુજરાતમાં છે

rupani k8IE 621x414@LiveMint 1 ગુજરાતની રૂપાણી સરકારનાં પાણીદાર 3 વર્ષ પૂર્ણ, આવી રહી કામગીરી

તમામ કામોની સાથે સાથે CM વિજયભાઈ રૂપાણીએ પોતાનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન પોતાનો પૂરો મહત્મ સમય પ્રજા અને પ્રજાનાં પ્રશ્નનાં નિરાકરણ લાવવા માટે આપ્યો. CM રુપાણીએ અન્ય રાજ્યના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિદેશી પ્રતિનિધિ મંડળો, ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, બિનનિવાસી ભારતીયો, પ્રબુદ્ધો, મહાનુભાવો વગેરે ૨૩૬૪ જેટલા મુલાકાતીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત અને મહત્વપૂર્ણ ચર્ચા, વિચારણાઓ કરી

– ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ૧૨૪૭ પ્રવાસો યોજ્યા અને અન્ય રાજ્યોમાં ૧૩૧ પ્રવાસો કર્યા.

– ગુજરાતમાં ૨.૬૦ લાખ કિલોમીટર અને રાજ્ય બહાર ૧.૭૦ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો

– કુલ ૨૧૦૪ કાર્યક્રમો યોજી ૨.૪૦ કરોડ લોકોનો સીધો સંપર્ક કર્યો

– ૯૮૧ બેઠકો યોજીને ૬૦૦ ઉપરાંત જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનો પરિણામલક્ષી અમલ કરાવ્યો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.