બિહારમાં ગુરૂવારે વીજળી પડવાથી 23 જિલ્લામાં 83 લોકોના મોત થયા હતા. બિહારના કુલ 38 જિલ્લામાંથી 23 જિલ્લામાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો. સૌથી વધુ ગોપાલગંજમાં 13 લોકોના મોત થયા છે. મધુબની-નવાદામાં 8-8 લોકોના મોત થયા છે. દરભંગા અને બાંકામાં પણ 5-5 લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર માટે 72 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે વરસાદને લઈને આજે ગુરૂવારે એલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદને લઇ રેડએલર્ટ
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર માટે 72 કલાકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે વરસાદને લઈને આજે ગુરૂવારે એલર્ટ જાહેર કર્યું છે.
બિહાર ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે કોઈપણ હોનારતને પહોંચી વળવા માટેની પોતાની તૈયારી કરી લીધી છે. તો એનડીઆરએફ અને એસડીઆરએફ પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. નિષ્ણાતો પ્રમાણે ભારે વરસાદમાં ઘરેથી બહાર ના નીકળવું જોઇએ. જો આકાશમાંથી વીજળી પડતી હોય તો ઘરનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ કરી દેવા જોઇએ. વીજળી કડકતી હોય ત્યારે મોબાઇલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
પીએમ મોદીએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટિ્વટ કર્યું હતું કે ભારે વરસાદ અને વીજળીના પડવાને કારણે ઘણા લોકોના મોતનાં સમાચાર આવ્યા છે, હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે દુખ વ્યક્ત કરું છું.
बिहार और उत्तर प्रदेश के कुछ जिलों में भारी बारिश और आकाशीय बिजली गिरने से कई लोगों के निधन का दुखद समाचार मिला। राज्य सरकारें तत्परता के साथ राहत कार्यों में जुटी हैं। इस आपदा में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना प्रकट करता हूं।
— Narendra Modi (@narendramodi) June 25, 2020