લખનઉ,
ઉત્તરપ્રદેશના લખનઉમાં મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદ હવે અંતિમ મોડમાં પહોચ્યો છે. આ મામલે તપાસ કરવા માટે લખનઉ પહોચેલી લોકલ ઇન્ટેલિજન્સ ટીમે (LIU) ખુલાસો કર્યો હતો કે, તન્વી શેઠ પાસપોર્ટ માટે લખનઉના જે સરનામાં માટે દસ્તાવેજ આપ્યા હતા, તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રહ્યા નથી.
ત્યારે હવે આ મામલે આ મુસ્લિમ – હિંદુ દંપતીનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે તેમજ પાસપોર્ટના રિન્યુઅલ સમયે ધાર્મિક આધાર પર વિવાદ ઉભો થવાના કારણે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાસપોર્ટ વિવાદની તપાસ કરવા માટે લખનઉ પહોચેલી લોકલ ઇન્ટેલિજન્સ ટીમે (LIU) આ ખુલાસો કર્યો હતો કે, તન્વી શેઠ દ્વારા પાસપોર્ટ માટે લખનઉના જે સરનામાં માટે દસ્તાવેજ આપ્યા હતા, તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ત્યાં રહ્યા જ નથી.
આ પહેલા પાસપોર્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “અરજી કરનાર નિવેદક નોઇડાની રહેવાસી હતી, જેથી તેઓએ ગાઝિયાબાદમાં એપ્લાઇ કરવું જરૂરી હતું. પરંતુ આ તથ્યને છુપાવવામાં આવ્યું અને લખનઉની જાણકારી આપીને પાસપોર્ટ માટે આવેદન આપ્યું હતું જે ખોટું છે. તેઓએ ખોટી જાણકારી આપી હતી”.
શું હતો આ મામલો ?
મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે આવેદન કર્યું હતું.
હકીકતમાં તન્વી અને અનસ નામની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ મામલે દંપતી દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાકલ કરવામાં આવી હતી અને દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે, જયારે આ પાસપોર્ટ અધિકારીની બદલી પણ કરવામાં આવી હતી.