શેરબજાર/ સેન્સક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો,નિફટી પણ 17400ની પાર

બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 343 પોઈન્ટના વધારા સાથે 58,286 પર ખુલ્યો

Top Stories Business
6 38 સેન્સક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો,નિફટી પણ 17400ની પાર

બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 343 પોઈન્ટના વધારા સાથે 58,286 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 90 પોઈન્ટના વધારા સાથે 15,400ની ઉપર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. નિફ્ટી 17,415 ના સ્તર પર ખુલ્યો. આ દરમિયાન BSEના 30માંથી 26 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. બજારની શરૂઆતમાં, 1591 શેર્સ લાભમાં ખૂલ્યા હતા, જ્યારે 417માં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે 77 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

આજે BSE 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સ 419.2 પોઈન્ટના ઉછાળા સાથે 58362 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે, જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 142.85 પોઈન્ટના ઉછાળા સાથે 17468.15 ના સ્તર પર ખુલ્યો છે. ઓટો, રિયલ્ટી શેરોમાં ઉછાળા સાથે મીડિયા શેરો પણ ઉપલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં તેજીના લીલા નિશાન સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે અને માત્ર 5 શેર એવા છે જ્યાં ટ્રેડિંગ ઘટાડાના લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 261 પોઈન્ટના ઉછાળા સાથે 36,100 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.