દુર્ઘટના/ દિલ્હીમાં 4 લોકો ગટરમાં ફસાઇ જતા મોત,બચાવવા ગયેલા રીક્ષા ચાલકનું પણ મોત

મંગળવારે સાંજે ગટરમાં ફસાયેલા ચાર લોકોને તમામ પ્રયાસો છતાં બચાવી શકાયા નથી. NDRFની ટીમે સવારે ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા

Top Stories India
7 37 દિલ્હીમાં 4 લોકો ગટરમાં ફસાઇ જતા મોત,બચાવવા ગયેલા રીક્ષા ચાલકનું પણ મોત

દિલ્હીના રોહિણી વિસ્તારમાં મંગળવારે સાંજે ગટરમાં ફસાયેલા ચાર લોકોને તમામ પ્રયાસો છતાં બચાવી શકાયા નથી. NDRFની ટીમે સવારે ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ગટરમાંથી પસાર થતો ટેલિફોન કેબલ રિપેર કરવા માટે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં પ્રવેશેલા ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા. તેમને બચાવવા ગયેલો રીક્ષા ચાલક પણ અંદર ફસાઈ ગયો હતો. NDRFની ટીમે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ કોઈને બચાવી શકાયું ન હતું.

મળતી માહિતી મુજબ, રોહિણી સેક્ટરના E બ્લોકમાં ગટરમાંથી ટેલિફોન કેબલ પસાર થઈ રહ્યો છે. આ કેબલોમાં ખામી હોવાની ફરિયાદ ઉઠી હતી. ફોલ્ટ રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ જનકપુરી સ્થિત ખાનગી પેઢીને આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સાંજે સુપરવાઈઝર સૂરજ સાહની બે મજૂરો બચ્ચુ અને પિન્ટુ સાથે સમારકામ કરવા માટે સ્થળ પર ગયા હતા. બચ્ચુ અને પિન્ટુ લગભગ 15 ફૂટ ઊંડે ગટરના ઢાંકણા હટાવ્યા બાદ અંદર પ્રવેશ્યા હતા. ગટરમાં ટેલિફોન ઉપરાંત વીજ વાયરો પણ હતા. લાંબા સમય સુધી બહાર ન નીકળ્યા પછી, સૂરજ તેમને જોવા માટે ગટરમાં પ્રવેશ્યો. પરંતુ તે પોતે જ ફસાઈ ગયો.

આ દરમિયાન ત્યાં ઉભેલા રિક્ષા ચાલક સતીષે આ અકસ્માત જોયો હતો. તેમનો જીવ બચાવવા તે ગટરમાં ઘુસી ગયો હતો. એક પછી એક ચાર લોકો ગટરમાં ફસાઈ જતાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને સાંજે 6.30 વાગ્યે જાણ કરવામાં આવી હતી. આ પછી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

લગભગ 15 ફૂટ ઊંડી ગટરમાં ઝેરી ગેસ ચોમેર ફેલાયો હતો.  જેના કારણે બચાવ કાર્ય શરૂ કરવામાં મુશ્કેલી પડી હતી. વાયર વચ્ચે ફસાઈ જવાની શક્યતા હતી. જેથી ડાઇવર્સ અને ફાયર બ્રિગેડને અંદર જવામાં મુશ્કેલી પડી રહી હતી. લગભગ અઢી કલાક બાદ જેસીબી વડે ગટર તોડવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારબાદ બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ થયું.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સમારકામ માટે ગટરમાં પ્રવેશ કરતી વખતે તેમની પાસે જરૂરી સુરક્ષા સાધનો ન હતા. જ્યારે ગેસ સિલિન્ડર અને અન્ય બોડી પ્રોટેક્ટર હોવા જોઈએ.