Not Set/ તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ 4 થી 6 ઈંચ જેટલો પડ્યો વરસાદ

ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે, તાઉતે ગુજરાત દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું ત્રાટક્યું છે.

Top Stories Gujarat Others
petrol 61 તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ 4 થી 6 ઈંચ જેટલો પડ્યો વરસાદ

ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે, તાઉતે ગુજરાત દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું ત્રાટક્યું છે. વિભાગે કહ્યું કે, અહીં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે, જે આગામી બે કલાક સુધી ચાલુ રહેશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ બંધ કરાયું છે. તેની અસરનાં કારણે 4 જિલ્લામાં જોરદાર પવન અને વરસાદ શરૂ થયો છે. નવસારી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. સાવચેતીનાં પગલે કાંઠા વિભાગનાં 16 ગામોમાં વીજળી કાપવામાં આવી છે. ગુના સોમનાથનાં ઉનામાં જોરદાર પવનથી 200 જેટલા ઝાડ ઉખડી ગયા છે. આનાથી વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. વળી રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

તાઉ-તેની તાકાત / રાત્રીના સમયે પણ વૃક્ષો પડવાના ફોન કોલ્સ ચાલુ, વાવાઝોડા સામે અમદાવાદ મનપા સજ્જ

  • વલસાડનાં ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ
  • ગીર સોમનાથનાં ઉનામાં 5.5 ઇંચ વરસાદ
  • અમરેલીનાં ખાંભામાં 4 ઇંચ વરસાદ
  • ગીર ગઢડા-અમરેલીમાં 3-3 ઇંચ વરસાદ
  • ભાવનગરનાં મહુવામાં 3.5 ઇંચ વરસાદ
  • વલસાડમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ

મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજેતરની પરિસ્થિતિ જાણવા ગાંધીનગરનાં સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. તેમણે કલેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દરિયાકાંઠાનાં જિલ્લાઓ સહિત રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી. વાવાઝોડા થોડા કલાકોમાં સૌરાષ્ટ્ર પહોંચશે તેવી સંભાવના છે. અહીં વધુમાં વધુ 10 ઇંચ વરસાદ પડવાનો અંદાજ છે. 3 કલાકમાં, તે રાજ્યનાં 5 જિલ્લાઓ – ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ટકરાશે. આ સમયે 175 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે. રાજ્યનાં 21 જિલ્લાઓની 84 તહેસીલોમાં વરસાદ શરૂ થયો છે. ઘણા ગામોમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે.

તાઉ-તે / કોરોના સાથે વાવાઝોડુ વેરી રહ્યું છે વિનાશ, ક્યાંક વૃક્ષો ઉખડ્યા તો કયાંક ઘરના પતરા ઉડયા

  • ઉનામાં 179 મીમી
  • ગીર ગઢડામાં 185 મીમી
  • કોડીનારમાં 10 મીમી
  • સુત્રાપાડામાં 18 મીમી
  • તાલાલામાં 20 મીમી
  • વેરાવળમાં 15 મીમી વરસાદ

ગુજરાતમાં બે દાયકાનાં સૌથી ભયંકર વાવાઝોડા ચક્રવાત તાઉતે સોમવારે રાત્રે ટકરાયુ હતુ. ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું છે કે વાવાઝોડાએ ગુજરાતનાં દરિયાકાંઠે (ગુજારત કોસ્ટ) અસર કરી છે અને લગભગ 4 કલાક તેની ખરાબ અસર રહેશે. ચક્રવાત તાઉતે ઉત્તર અને વાયવ્ય તરફ આગળ વધી રહ્યું છે અને તે પોરબંદરથી મહુવા (ભાવનગર જિલ્લો) ની વચ્ચે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે. આ સમયગાળા દરમિયાન, 155-165 કિ.મી.થી કલાકનાં અંતરે 185 કિ.મી. સુધીનાં પવનથી પણ જાન-માલનાં નુકસાનનો ભય રહે છે. તાઉતે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં મોટું નુકસાન કરી ચૂક્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે.

sago str 15 તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ 4 થી 6 ઈંચ જેટલો પડ્યો વરસાદ