Homosexual cases/ સુપ્રીમ કોર્ટે દેશભરના સમલૈંગિક કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કર્યા, કેન્દ્રને નોટિસ પાઠવી

સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્નના કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે

Top Stories India
Homosexual cases

Homosexual cases : સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્નના કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને તેણે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 13 માર્ચે મુકરર કરી છે.

હૈદરાબાદમાં રહેતા બે ગે પુરૂષો સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગની અગ્રણી પિટિશન જણાવે છે કે તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર ગે નાગરિકોને પણ હોવો  જોઈએ. સુપ્રિયો અને અભયની જોડી લગભગ 10 વર્ષથી સાથે છે. CJI DY ચંદ્રચુડે આદેશમાં કહ્યું કે દિલ્હી, કેરળ અને ગુજરાત સહિતની હાઈકોર્ટમાં આ મામલાને લગતી અનેક અરજીઓ પેન્ડિંગ છે, અમારું માનવું છે કે આ કોર્ટ દ્વારા તેમને ટ્રાન્સફર કરીને નિર્ણય લેવામાં આવે. અમે નિર્દેશ કરીએ છીએ કે તમામ રિટ અરજીઓ આ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફેબ્રુઆરી 2023ના અંત સુધીમાં નિર્દેશો માટે મામલાની યાદી બનાવીશું. અરજદારો દ્વારા લેખિત રજૂઆતોનો એક સામાન્ય સેટ દાખલ કરવામાં આવશે અને એક સેટ પ્રતિવાદી દ્વારા દાખલ કરવામાં આવશે. અરજદારો માટે એડવોકેટ અરુંધતિ કાત્જુ નોડલ કાઉન્સેલ હશે, એડવોકેટ કનુ અગ્રવાલ કેન્દ્ર તરફથી રહેશે. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે બે અરજીઓ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. અરજીઓમાં દિલ્હી હાઈકોર્ટમાં પડતર અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાના નિર્દેશો આપી શકાય.

25 નવેમ્બર 2022ના રોજ, સર્વોચ્ચ અદાલતે બે સમલૈંગિક યુગલોની અરજીઓ પર સુનાવણી કરી જેમાં સત્તાધિકારીઓને તેમના લગ્નના અધિકારનો અમલ કરવા અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવવાના નિર્દેશો માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. 6 સપ્ટેમ્બર 2018ના રોજ, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે બ્રિટિશ યુગના કાયદાના એક ભાગને ફગાવી દીધો. કોર્ટે કહ્યું હતું કે પ્રાઈવેટ જગ્યાએ પુખ્ત સમલૈંગિક અથવા વિજાતીય વ્યક્તિઓ વચ્ચે સહમતિથી સેક્સ કરવું ગુનો નથી.

New Chief Secretary /ગુજરાતને મળશે ટૂંક સમયમાં નવા મુખ્ય સચિવ, આ ત્રણ નામ છે મોખરે,જાણો