Not Set/ પ્રેમિકાએ કર્યો અનેક વાર સુસાઈડનો પ્રયાસ, બાંગ્લાદેશની પ્રેમમાં પાગલ યુવતી મારી રહી છે અમદાવાદના ચક્કર

અમદાવાદ, બાંગ્લાદેશમાં રહેતી સાઇમા ઇસ્લામને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા પલક શુક્લાની સાથે પ્રેમ સબંધ હતો. બંને છેલ્લા કેટલાય સમયથી રિલેશનમાં હતા. પરંતુ છ મહિના પહેલા બને વચ્ચે ચાલતા અવાર નવાર ઝઘડાને કારણે બન્નેના રિલેશનમાં ભંગાણ પડ્યું હતું. જેને કારણે સાઈમાએ અમદાવાદ આવી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પલક ઘરે ન મળતા સાઈમાએ સુસાઈડ […]

Top Stories Ahmedabad Trending Videos

અમદાવાદ,

બાંગ્લાદેશમાં રહેતી સાઇમા ઇસ્લામને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા પલક શુક્લાની સાથે પ્રેમ સબંધ હતો. બંને છેલ્લા કેટલાય સમયથી રિલેશનમાં હતા. પરંતુ છ મહિના પહેલા બને વચ્ચે ચાલતા અવાર નવાર ઝઘડાને કારણે બન્નેના રિલેશનમાં ભંગાણ પડ્યું હતું.

જેને કારણે સાઈમાએ અમદાવાદ આવી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પલક ઘરે ન મળતા સાઈમાએ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જેમાં સદનસીબે સાઇમાનો જીવ બચી ગયો હતો. પરંતુ એક તરફી પ્યારમાં પાગલ સાઈમા પોતાના પ્રેમીને વગર નહિં તે નહિં રહી શકે અને પલકને મળવાની જીદ પકડીને બેસી છે.

ત્યારે હાલ તો સાઇમા અમદાવાદના ચક્કરો કાપી રહી છે અને પોતાના પ્રેમીને રિલેશનશિપમાં પાછો મેળવવાની કોશિશો કરી રહી છે.