Not Set/ ફેસબુક પર પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની ધરપકડ

ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરની ફેસબુક પોસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગોળી મારવાની ધમકી આપવા વાળા યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. 10મુ પાસ આરોપીએ પોતાના સંબંધી ભાઈને ફસાવવા માટે મહારાષ્ટ્રના એક ખેડૂતનું આઈડી હેક કરીને કમેન્ટ લખી હતી. આરોપી ઘણાં ફેસબુક આઈડી ચલાવતો હતો. અને એણે અન્ય એક યુવકના […]

Top Stories India
619912 461195 narendra modi ફેસબુક પર પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની ધરપકડ

ઉત્તર પ્રદેશ,

ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરની ફેસબુક પોસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગોળી મારવાની ધમકી આપવા વાળા યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. 10મુ પાસ આરોપીએ પોતાના સંબંધી ભાઈને ફસાવવા માટે મહારાષ્ટ્રના એક ખેડૂતનું આઈડી હેક કરીને કમેન્ટ લખી હતી. આરોપી ઘણાં ફેસબુક આઈડી ચલાવતો હતો. અને એણે અન્ય એક યુવકના નામથી બોગસ આઈડી બનાવીને અભદ્ર શબ્દો વાળી ટીપ્પણી કરી હતી.

જણાવી દઈએ કે આ મામલામાં સત્યપ્રકાશ ચૌધરી ઉર્ફ ગુલ્લુ પ્રધાને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે સાયબર સેલની મદદથી આરોપીને દબોચી લીધો હતો. ગાઝીયાબાદના એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે ધરપકડ કરાયેલો આરોપી ગાઝીયાબાદના લોની વિસ્તારના રામેશ્વર પાર્ક નિવાસી સલમાન(19) છે. સલમાન પોતાના સંબંધી ભાઈ નદીમ ખાન સાથે દુશ્મની રાખતો હતો.

WhatsApp Image 2018 06 26 at 16.37.09 ફેસબુક પર પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની ધરપકડ

એસએસપીએ સલમાને નદીમને મોટા મામલામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સલમાને ફેસબુક પર ઘણાં લોકોની પ્રોફાઈલ ચેક કરી હતી. એને યુટ્યુબ પરથી ખબર પડી કે કેટલાક લોકો પોતાનો પાસવર્ડ મોબાઈલ નંબર જ રાખે છે. મહારાષ્ટ્રના એક ખેડૂત બાપુ રાજગુરુની આઈડી પર એમનો મોબાઈલ નંબર પડ્યો હતો. આરોપીએ એમના યુઝરનેઈમથી લોગઇન કરવાની કોશિશ કરી અને પાસવર્ડમાં એમનો નંબર નાખતા રાજગુરુની પ્રોફાઈલ ખુલી ગઈ હતી.

ત્યારબાદ આરોપીએ રાજગુરુની પ્રોફાઇલની ડીટેઇલ બદલી અને નામ બદલીને નદીમ ખાન રાખી લીધું હતું. સલમાને ધારાસભ્ય નંદકિશોર ગુર્જરની એક પોસ્ટ પર નદીમ ખાનના આઈડી પરથી પીએમને ગોળી મારવાની ધમકી આપતા અભદ્ર ટીપ્પણી કરી હતી.