ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે પરંતુ સાબદા બનેલા વાહન ચાલકો હવે લાયસન્સ અને PUC સહિતના દસ્તાવેજો કઢાવવા દોડધામ શરૂ કરી છે. દરમિયાન ભૂજ આરટીઓમાં અધિકારીઓની ગેરહાજરીને કારણે આરટીઓમાં કામ અર્થે આવતા વાહન ચાલકોને ધરમના ધક્કા પડે છે. આરટીઓમાં અધિકારીઓ બપોરે 12 કલાક સુધી હોય છે. ત્યાર બાદ આરટીઓ કચેરીમાં અધિકારીઓ હાજર નહીં રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે.
ભુજની આરટીઓ કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં અરજદારો પરેશાન થઈ રહ્યા છે. સામાન્ય રીતે 12 વાગ્યા સુધીમાં અધિકારીઓ હાજર થઈ જતા હોય છે અને બપોર સુધીમાં તો કચેરી ધમધમતી હોય છે પરંતુ ભુજની આરટીઓ કચેરીમાં તો બપોરના12 વાગ્યા તોય કોઈ સાહેબો ફરકયા જ નથી
સરકાર ટ્રાફિક નિયમન પર એક બાદ એક નવા કાયદા લાદી રહી છે પીયૂસી, લાયસન્સ, આરસી બુક સહિતની કામગીરી માટે એજન્ટપ્રથા બંધ કર્યા બાદ અરજદારો જાતે કચેરીમાં જઈને કામગીરી કરાવી રહ્યા છે. પરંતુ જો અધિકારીઓ જ ન હોય તો સરકારનો હેતુ કઈ રીતે સિદ્ધ થાય. ભુજની આરટીઓ કચેરીમાં બપોરે 12 વાગ્યા તો પણ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દિલીપ યાદવની કચેરીને તાળું મારેલું હતું તો કર્મચારીઓ પણ ગેરહાજર હતા. કેશ કાઉન્ટર બંધ હતું.
તો કર્મચારીઓની ગેરહાજરીમાં અરજદારો આમ થી તેમ ભટકતા હતા, કારણકે કોઈ જવાબ આપનારું છે જ નહીં સરકારે એજન્ટપ્રથા બંધ કરી અને નવા નિયમો અમલી બનાવ્યા છે. જેને લઈને આરટીઓ કચેરીની જવાબદારીમાં અને કામગીરીમાં વધારો થયો છે. પણ કચેરીમાં લોલમલોલ વહીવટથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. નોકરી ધંધા મૂકીને લોકો આરટીઓમાં આવે છે પણ બેજવાબદારી નીતિથી પબ્લિક હેરાન થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.