Not Set/ બનાસકાંઠાની 7 વર્ષીય બાળકીએ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરી રેકોર્ડ રચ્યો

બનાસકાંઠા જિલ્લાના દિયોદરની ધોરણ ૨માં અભ્યાસ કરતી ૭ વર્ષની  દિતિ ત્રિવેદીએ શ્રીમદ ભાગવત ગીતાના  અધ્યાય ૧ ના ૧ થી ૨૦ શ્લોક માત્ર ગણતરીની મિનીટમાં કોઈ પણ ભૂલ કર્યા વગર મોઢે  બોલી  ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવી સમગ્ર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. નાનપણથી દાદી સાથે રહીને ભાગવત ગીતાના અધ્યાય-1ના શ્લોકનું વાંચન કરે છે. અને જ્યારે […]

Top Stories Gujarat Others
દિયોદર બનાસકાંઠાની 7 વર્ષીય બાળકીએ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરી રેકોર્ડ રચ્યો

બનાસકાંઠા જિલ્લાના દિયોદરની ધોરણ ૨માં અભ્યાસ કરતી ૭ વર્ષની  દિતિ ત્રિવેદીએ શ્રીમદ ભાગવત ગીતાના  અધ્યાય ૧ ના ૧ થી ૨૦ શ્લોક માત્ર ગણતરીની મિનીટમાં કોઈ પણ ભૂલ કર્યા વગર મોઢે  બોલી  ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવી સમગ્ર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. નાનપણથી દાદી સાથે રહીને ભાગવત ગીતાના અધ્યાય-1ના શ્લોકનું વાંચન કરે છે. અને જ્યારે તેણે પ્રથમવાર તમામ શ્લોક બોલ્યા ત્યારે પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા હતા.

બનાસકાંઠા જીલ્લા ના દિયોદર ની ધોરણ ૨ માં અભ્યાસ કરતી ૭ વર્ષ ની  દિતિ ત્રિવેદી એ શ્રીમદ ભાગવત ગીતાના  અધ્યાય ૧ ના ૧ થી ૨૦ શ્લોક માત્ર ગણતરી ના મિનીટ માં કોઈ પણ ભૂલ કર્યા વગર મોઢે શ્લોક બોલી  આ વિધાર્થીની એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ માં સ્થાન મેળવી સમગ્ર જીલ્લા નું ગૌરવ વધાર્યું છે

બનાસકાંઠા જીલ્લા ના દિયોદર વાત્સલ્ય સ્કુલ માં ધોરણ ૨ માં અભ્યાસ કરતી આ છે ૭ વર્ષ ની દિતિ ત્રિવેદી કે જેને  આજે ભાગવત ગીતા ના અધ્યાય ૧ ના ૧ થી ૨૦ શ્લોક માત્ર ૩ મિનીટ અને ૪૭ સેકન્ડ માં કોઈ પણ ભૂલ કર્યા વગર મોઢે બોલી શાળા નું તેમજ પરિવાર સાથે સમગ્ર જીલ્લા નું ગૌરવ વધાર્યું છે અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન મેળવ્યું છે  દિતિ ત્રિવેદી ના દાદા નું કહેવું છે કે દિતિ નાની ઉમર થી ભણવા માં હોશિયાર છે તેની દાદી હમેશા ભાગવત ગીતા વાચે છે જેના લીધે દિતિ પણ તેની દાદી સાથે રહી ભાગવત ગીતા ના અધ્યાય ૧ ના ૧ થી ૨૦ શ્લોક એક સાથે વાચ્યા ત્યારે અમો પણ અચરજ માં મુકાઈ ગયા હતા

સંસ્કુત ભાષા માં લખાયેલ ભાગવત ગીતા ના શ્લોકમાં તેજસ્વી રહેલ દિતિ ત્રિવેદી ને સ્પ્લેડીડ મેમરી કેટેગરી માં સ્થાન મળતા અને રેકોડ નોધાતા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ તરફ થી દિતિ ત્રિવેદી ને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર સાથે એવોડ કીટ પણ આપી છે. દર વર્ષ દેશભરમાંથી વિશિષ્ટ પરફોર્મ્સ માટે વિવિધ કેટેગરીમાં રેકોડ નોધવામાં આવે છે.  જેમાં ૨૦૨૦ ની આવૃત્તિ માં દિતિ ત્રિવેદી નો રેકોડ પણ પ્રકાશિત કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.