IT Raid/ શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા, જાણો શું મળ્યું ?

અમદાવાદ શહેરમાં બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. શહેરમાં શિલ્પ, શિવાલિક, શારદા ત્રણ ગુપને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 34 10 શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા, જાણો શું મળ્યું ?
  • શિલ્પ ,શિવાલિક, શારદા ત્રણ ગુપ પર આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું
  • કુલ 25 જગ્યા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ
  • બિલ્ડર ના ઘરે ઓફિસ અને બ્રોકર ના ત્યાં સર્ચ ઓપરેશન
  • 50 ઇન્કમટેક્સ ઓફિસર દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે
  • 100 ઇન્કમટેક્સ કર્મીઓ સર્ચ ઓપરેશન માં સર્ચ કરી રહ્યા છે
  • 70 પોલીસ કર્મીઓ રેડ માં જોડાયા
  • 1 કરોડ થી વધારે ની રોકડ મળી આવી
  • બિલ્ડર ના ત્યાં દરોડા દરમિયાન 20 જેટલા લોકર મળી આવ્યા
  • લોકર ને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા
  • રેડ દરમિયાન વધુ રોકડ અને બેહિસાબી વ્યવહાર મળી આવે તેવી શક્યતા

અમદાવાદ શહેરમાં બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. શહેરમાં શિલ્પ, શિવાલિક, શારદા ત્રણ ગુપને ત્યાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં કુલ 25 જગ્યા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બિલ્ડરના ઘર, ઓફિસ અને બ્રોકરના ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સર્ચ ઓપરેશનમાં 50 ઇન્કમટેક્સ ઓફિસર, 100 ઇન્કમટેક્સ કર્મીઓ, 70 પોલીસ કર્મીઓ જોડાયા છે. ત્યારે રેડ દરમિયાન 1 કરોડથી વધારેની રોકડ અને 20 જેટલા લોકર મળી આવ્યા છે. જેને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. જો કે, રેડ દરમિયાન વધુ રોકડ અને બેહિસાબી વ્યવહાર મળી આવે તેવી શક્યતા છે. ત્યારે 20 રેસિડેન્સ અને 5 ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. કિરણ ઈન્દ્રરવદન, મનીષ બ્રહ્મભટ્ટ બ્રોકરના ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, બરોડા, અને રાજકોટના અધિકારીઓ જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદની કેટલીક નામાંકિત કંપની અને હોસ્પિટલ જેક સ્થળો ઉપર આઇટી વિભાગે દરોડા પડ્યા છે. જેમાં સાલ હોસ્પિટલ, એસટ્રલ પાઇપ, રત્નમણિ મેટલ્સ , બી-સફલ ગ્રૂપ વિગેરેને ત્યાં આઇટી વિભાગે દરોડા પડ્યા છે. કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપી પાડી છે.

Life Management / ફુગ્ગાઓ પર નામ લખીને રૂમમાં મુકવામાં આવ્યા હતા, દરેકને તેમના નામનો બલૂન શોધવાનો હતો પણ

આસ્થા / બજરંગબલીની દરેક તસવીર કોઈને કોઈ વિશેષ લાભ આપે છે

આસ્થા / એક સમયે આ મંદિર આગમાં બળીને રાખ થઈ ગયું હતું, આજે આ પરંપરાના કારણે છે ચર્ચામાં, વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

લખીમપુર હિંસા / HCએ કેન્દ્રીય મંત્રી ટેનીના પુત્રને જામીન આપ્યા, આશિષ મિશ્રા લખીમપુર હિંસાનો છે મુખ્ય આરોપી