ગુજરાત/ ધ્રાંગધ્રાના કલાકારે લતા મંગેશકરજીનું મોડર્ન આર્ટ ચિત્ર બનાવી અનોખી શ્રદ્ધાંજલિ આપી

લતા મંગેશકર એ નામ છે, જે તેમના સુરીલા અવાજને કારણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની વૉઇસ ક્વીન તરીકે જાણીતું છે

Gujarat
Untitled 34 12 ધ્રાંગધ્રાના કલાકારે લતા મંગેશકરજીનું મોડર્ન આર્ટ ચિત્ર બનાવી અનોખી શ્રદ્ધાંજલિ આપી

સ્વર સામ્રાગ્ની લતા મંગેશકરજીના અવસાનથી દેશભરમાં તેમના કરોડો ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા જીક્સો આર્ટના કલાકાર શંભુભાઇ દ્વારા જીક્સો આર્ટ દ્વારા લતાજીનું રેખાચિત્ર બનાવિજ તેમને શ્રધ્ધાંજલી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

લતા મંગેશકર એ નામ છે, જે તેમના સુરીલા અવાજને કારણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની વૉઇસ ક્વીન તરીકે જાણીતું છે. તેમણે તેમની સાત દાયકા લાંબી મેલોડી સફરમાં લગભગ તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. આટલી પ્રસિદ્ધિ મળ્યા પછી પણ તેમનું જીવન સાદગીથી ભરેલું ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરનું તા. 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના સમયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં ભારે શોકનો માહોલ વ્યાપેલો છે.

ત્યારે તેમના ચાહકો તેમને વિવિધ રીતે યાદ કરી ને શ્રદ્ધાંજલિ આપે છે ત્યારે ધાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રી દ્વારા લતાજી નું રેખા ચિત્ર બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ચિત્ર બનાવા માટે એસીપી અને બેકેરાઈટ નો ઉપયોગ કરવામાં આવે છે અને અંદાજે બે દિવસથી વધુની મહેનત બાદ રેખાચિત્ર બનાવવામાં આવ્યું છે. ધાંગધ્રાના શંભુભાઈ આમ તોસુથારી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ સાથે સાથે જીકસો આર્ટિસ્ટ પણ છે જીકસો કલાકાર જીકસો મશીન જે હેન્ડ મેન્ટ મશીન હોય છે અને તેમાં પોતાની કળા દ્વારા અનોખી રીતે મોડર્ન દ્વારા ચિત્ર બનાવે છે ત્યારે આ કલાને બચાવવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે સાથે સાથે શંભુભાઈઅે દેશના મહાનવ્યક્તિ ગાંધીજી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, અટલબિહારી બાજપાઈજી તેમજ દેશ પ્રત્યે યોગદાન આપનાર કારગિલ યુદ્ધના સૈનિકો ના ફોટો બાનવેલ તમણે દેશ પ્રત્યે પોતાની કળા દ્વારા આજના યુવાનો માં દેશ પ્રેમની ભાવના પ્રગટ કરે છે .