Not Set/ અમદાવાદ/ કોરોનાગ્રસ્ત બોપલ- ઘુમાને અડીને આવેલા મણીપુર ગામ કેમ  હજુ સુધી કોરોનામુક્ત રહી શક્યું છે…

વૈશ્વીક મહામારી કોરોનાનાં કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં લોકડાઉન કડક કરાયુ છે. એમાં પણ અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારની વાત કરીયે તો સવાસોને પાર પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી ગઇ છે ત્યારે અમદાવાદ જિલ્લાનાં ગામડાઓમાં ચુસ્ત લોકડાઉન નું પાલન થી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધતા જતા કહેરના કારણે જિલ્લાને પણ રેડ ઝોન જાહેર કરાયો છે, ખાસ કરીને દસક્રોઇ […]

Ahmedabad Gujarat
ccd3880b28183bced119892fa9665278 અમદાવાદ/ કોરોનાગ્રસ્ત બોપલ- ઘુમાને અડીને આવેલા મણીપુર ગામ કેમ  હજુ સુધી કોરોનામુક્ત રહી શક્યું છે...
ccd3880b28183bced119892fa9665278 અમદાવાદ/ કોરોનાગ્રસ્ત બોપલ- ઘુમાને અડીને આવેલા મણીપુર ગામ કેમ  હજુ સુધી કોરોનામુક્ત રહી શક્યું છે...

વૈશ્વીક મહામારી કોરોનાનાં કારણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં લોકડાઉન કડક કરાયુ છે. એમાં પણ અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારની વાત કરીયે તો સવાસોને પાર પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી ગઇ છે ત્યારે અમદાવાદ જિલ્લાનાં ગામડાઓમાં ચુસ્ત લોકડાઉન નું પાલન થી રહ્યું છે.

અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધતા જતા કહેરના કારણે જિલ્લાને પણ રેડ ઝોન જાહેર કરાયો છે, ખાસ કરીને દસક્રોઇ અને ધોળકામાં કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે ત્યારે બોપલ-ધુમાથી નજીર મણિપુર ગામમાં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો.. જેનું કારણ છે આ ગામમાં લોકડાઉનનુ કડક અમલીકરણ…

મણીપુર ગામ બોપલથી સાવ નજીક હોવા છતાં બોપલમાં પોઝિટિવ કેસ નોઁધાયા છે પરંતુ આ ગામ હજુ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો નથી. અમદાવાદ શહેરમાં ધણાં દિવસો પછી લોકડાઉનમાં ઢીલ અપાઇ અને શાકભાજી, કરિયાણાની દુકાન ખોલવાની છુટ અપાઇ પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 17મી સુધી કોઇ પણ દુકાન ખોલવાની મનાઇ કરાઇ છે..જેનુ પાલન મણીપુર ગામમા સખત પણે કરાઇ રહ્યુ છે.

મણીપુર ગામનાં લોકો ઇમરજન્સી ન હોય ત્યા સુધી ઘરની બહાર નીકળતા નથી, ખાસ કરીને બાળકો અને વૃધ્ધોની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ગામનાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામજનોને વારંવાર કોરોનાથી કઇ રીતે બચી શકાય તે અંગે સૂચન અપાય છે.

કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાનનાં ધરમાં રહો, સુરક્ષિત રહોનાં સુત્રનુ મણીપુર ગામનાં લોકો સખતપણે પાલન કરી રહ્યા છે જેનાં કારણે તેઓનું આ ગામ કોરોના મુક્ત રહ્યુ છે.. ત્યારે રાજ્યમાં મણીપુરની જેમ તમામ શહેર અને ગામડામાં લોકડાઉનનું સ્વયંભૂ અમલીકરણ કરાશે તો રાજ્ય વહેલી તકે કોરોના મુક્ત થશે.

ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.