Not Set/ સુરેન્દ્રનગર – ખેડા અને મહિસાગરમાં વઘુ એક-એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

જો ચૂક કરી તો કોરોનાની એન્ટ્રી પાકી જ છે, કારણ કે કોરોના પ્રસરવા માટેનો કોઇ પણ મોકો હાથમાંથી જવા દેતો નથી અને કદાચ માટે જ કોરોનાનો કહેર ગુજરાતમાં ગામે ગામ પહોંચતો જાય છે અને હાહાકાર મચાવતો જાય છે. આજે ફરી કોરોનાનો કહેર મહાનગરો સિવાયના ગુજરાતનાં અંતરીયાળ ભાગોમાં પણ નોંધવામાં આવ્યો કે, જ્યા કોરોનાનાં કેસની સંખ્ય […]

Gujarat Others
dc74862d27fa52b43345efefdaaed8b8 1 સુરેન્દ્રનગર - ખેડા અને મહિસાગરમાં વઘુ એક-એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

જો ચૂક કરી તો કોરોનાની એન્ટ્રી પાકી જ છે, કારણ કે કોરોના પ્રસરવા માટેનો કોઇ પણ મોકો હાથમાંથી જવા દેતો નથી અને કદાચ માટે જ કોરોનાનો કહેર ગુજરાતમાં ગામે ગામ પહોંચતો જાય છે અને હાહાકાર મચાવતો જાય છે. આજે ફરી કોરોનાનો કહેર મહાનગરો સિવાયના ગુજરાતનાં અંતરીયાળ ભાગોમાં પણ નોંધવામાં આવ્યો કે, જ્યા કોરોનાનાં કેસની સંખ્ય જૂજ છે.

જી હા ગુજરાતનાં મહીસાગર જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકાનાં 33 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરાના પોઝિટિવ કેસનો આંક 48 પર પહોંચી ગયો છે. જો કે, 36 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જ્યારે કોરોના એકટીવ દર્દીની સંખ્યા હાલ 11 છે. 

સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વધુ 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત મહિલાની પુત્રીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. મુળીના આસુન્દ્રાળી ગામની ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, તેની પુત્રી પણ કોરોના સંક્રમિત થઇ છે. 

ખેડામાં પણ વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. રઢુમાં રહેતા 38 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. કેડીલા કંપનીના વધુ એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખેડા જિલ્લામાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. ખેડા જિલ્લાનો કોરોના પોઝિટિવ કેસનો આંક આ કેસ સાથે 35 પર પહોંચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….