Not Set/ સ્પોર્ટ્સ/ બોલ માથા પર વાગવાથી ઝિમ્બાબ્વેનો આ ખેલાડી થયો ઘાયલ

ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં બેસીને અથવા ટીવીની સામે જોવાની મજા આવે છે. પરંતુ મેદાનની અંદર રમનારા ખેલાડીઓ માટે તે કેટલું મુશ્કેલ છે, તે અંગે તેમને જ ખબર હોય છે. એક નાની ભૂલથી મોટો અકસ્માત કોઇ પણ સમયે થઇ શકે છે. વળી, વિશ્વનાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ મેદાનમાં દમ તોડી ચુક્યા છે. ક્રિકેટ જગતમાં એકવાર ફરી ખળભળાટ […]

Uncategorized
Kevin kasuza સ્પોર્ટ્સ/ બોલ માથા પર વાગવાથી ઝિમ્બાબ્વેનો આ ખેલાડી થયો ઘાયલ

ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં બેસીને અથવા ટીવીની સામે જોવાની મજા આવે છે. પરંતુ મેદાનની અંદર રમનારા ખેલાડીઓ માટે તે કેટલું મુશ્કેલ છે, તે અંગે તેમને જ ખબર હોય છે. એક નાની ભૂલથી મોટો અકસ્માત કોઇ પણ સમયે થઇ શકે છે. વળી, વિશ્વનાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ મેદાનમાં દમ તોડી ચુક્યા છે. ક્રિકેટ જગતમાં એકવાર ફરી ખળભળાટ મચી ગયો છે, જ્યારે ઝિમ્બાબ્વે-શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની બીજી મેચ રમનારા એક ખેલાડી સાથે ટેસ્ટ મેચમાં એક મોટું અકસ્માત સર્જાયો હતો.

જણાવી દઇએ કે, હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલા બીજા અને સીરીઝનાં અંતિમ ટેસ્ટ મુકાબલામાં ઝિમ્બાબ્વેનાં ઓપનર કેવિન કસુજા ઈજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ફીલ્ડિંગ દરમિયાન તેના માથા પર ફાસ્ટ શોટ વાગ્યો હતો. ઘટના મેચનાં ત્રીજા દિવસે બની હતી. ડેબ્યૂ કરનાર કસુજા શોર્ટ લેગ પર હેલ્મેટ પહેરીને ફિલ્ડિંગ કરી રહ્યો હતો. શ્રીલંકાની ઇનિંગની 63 મી ઓવરનાં પાંચમા બોલ પર કુશલ મેન્ડિસએ જોરદાર શોટ લગાવ્યો જે કસુજાનાં માથામાં વાગ્યો. માથામાં ફાસ્ટ શોર્ટ વાગ્યા બાદ તે નીચે પડી ગયો. તેને ગરદનનો દુખાવો થવા લાગ્યો, જે પછી તબીબી ટીમ ટૂંક સમયમાં જ મેદાનમાં આવી અને તેને સ્ટ્રેચર પર લઈ ગઈ. જોકે મેન્ડિસ આ બોલ પર આઉટ થયો હતો. જ્યારે કાસુજાનું હેલ્મેટ પર બોલ અથડાયો ત્યારે નજીકમાં ઉભેલા કાર્લ મમ્બાએ કેચ પકડી મેન્ડિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, જો કે કસુજા પણ ઘાયલ થઇને મેદાનની બહાર થઇ ગયો હતો. તે સમયે, કસુજાની હાલત જોઈને બધા ખૂબ જ ગભરાઈ ગયા હતા. કસુજાને જોઇને અંદાજો આવી ગયો હતો કે તેને ગળામાં કે જ્યા ઇજા થઈ છે તેની અસર થઇ છે.

જણાવી દઇએ કે કેવિન કસુજાને માથાએ બીજી વખત બોલ વાગ્યો હતો. આ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં પણ કેવિન કસુજાનાં માથા પર બોલ વાગ્યો હતો. પ્રથમ મેચમાં સજુકાએ 63 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે પ્રથમ દાવમાં 38 રન બનાવી શક્યો હતો. બીજી ઇનિંગ્સમાં સજુકાએ મેદાન પર ઉતર્યો જ નહતો. તેની જગ્યાએ ટિમિકેન મારુમા આવ્યા હતા. મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં 406 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકા 293 પર ઓલ આઉટ થઇ ગયુ હતુ. મેચમાં ઝિમ્બાબ્વેનો દબદબો જોવા મળ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી અને 2 ટેસ્ટ શ્રેણીમાં 1-0 ની લીડ જાળવી રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.