ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. ભારતે બુધવારે ફરીથી કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી. કેનેડામાં હાજર ભારતના હાઈ કમિશને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની શ્રેણીઓમાં વિઝા સેવાઓ શરૂ કરવામાં આવી છે. હાઈ કમિશને નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉ વિઝા આપવા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ફરીથી વિઝા સેવા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણય 26 ઓકટોબરથી અમલ કરવામાં આવશે.
The latest Press Release on resumption of visa service may be seen here. @MEAIndia @IndianDiplomacy @PIB_India @DDNewslive @ANI @WIONews @TOIIndiaNews @htTweets @cgivancouver @IndiainToronto pic.twitter.com/iwKIgF2qin
— India in Canada (@HCI_Ottawa) October 25, 2023
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં વધુ કેનેડિયન રાજદ્વારીઓ છે, તેથી સંતુલન બનાવવાની જરૂર છે. આ લોકો ભારતની આંતરિક બાબતોમાં પણ હસ્તક્ષેપ કરે છે. આવી સ્થિતિમાં અમે ટૂંક સમયમાં રાજદ્વારીઓને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લઈશું. આ પછી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા. તેમજ કેનેડાએ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેના પર બાગચીએ કહ્યું હતું કે આ બધું વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ થયું છે.
