Not Set/ ફિફા વર્લ્ડકપ : પ્રથમ મેચમાં જ હારી વર્લ્ડ ચેમ્પિયન ટીમ, મેક્સિકોએ જર્મનીને ૧-૦થી હરાવી કર્યો મોટો ઉલટફેર

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં રવિવારે મોટો ઉલટફેર થયો છે. ફુટબોલના મહાકુંભમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલી વર્તમાન ચેમ્પિયન ટીમ જર્મનીનો પરાજય થયો છે. મેક્સિકોની ટીમે ઉલટફેર કરતા જર્મનીને ટીમને ૧-૦થી હરાવી છે, બીજી બાજુ જર્મની માટે નોકઆઉટ મુકાબલામાં એન્ટ્રી લેવાની રાહ મુશ્કેલ થઇ છે. રવિવારે જર્મની અને મેક્સિકો વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડકપની ગ્રુપ […]

Sports
Df6IN2TW4AAQNWT ફિફા વર્લ્ડકપ : પ્રથમ મેચમાં જ હારી વર્લ્ડ ચેમ્પિયન ટીમ, મેક્સિકોએ જર્મનીને ૧-૦થી હરાવી કર્યો મોટો ઉલટફેર

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં રવિવારે મોટો ઉલટફેર થયો છે. ફુટબોલના મહાકુંભમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલી વર્તમાન ચેમ્પિયન ટીમ જર્મનીનો પરાજય થયો છે. મેક્સિકોની ટીમે ઉલટફેર કરતા જર્મનીને ટીમને ૧-૦થી હરાવી છે, બીજી બાજુ જર્મની માટે નોકઆઉટ મુકાબલામાં એન્ટ્રી લેવાની રાહ મુશ્કેલ થઇ છે.

રવિવારે જર્મની અને મેક્સિકો વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડકપની ગ્રુપ મેચમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા મેક્સિકોના હિરવિંગ લોજાનોએ પોતાની ટીમ માટે વિજયી ગોલ કર્યો હતો.

https://twitter.com/WorldCup2018now/status/1008393766120480768

હિરવિંગ લોજાનોએ ૩૫મી મિનિટમાં પેનલ્ટી એરિયામાં જેવિયર હર્નાડેજ દ્વારા મળેલા પાસને ગોલમાં પ્રવર્તિત કર્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ટીમ જર્મની વર્લ્ડકપના ૩૬ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પોતાનો પ્રથમ મુકાબલો હારી છે. આ પહેલા જર્મનીને ૧૯૮૨ના વર્લ્ડકપમાં ગ્રુપ-૨ની મેચમાં અલ્જીરિયા સામે હારનો સ્વાદ ચાખ્યો હતો.

બીજી બાજુ ૮૮ વર્ષના ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં આ છઠ્ઠો મૌકો છે, ત્યારે કોઈ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પોતાનો પ્રથમ મુકાબલો હારી ગઈ છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ વાર પોતાનો પ્રથમ મુકાબલો હારવાનો રેકોર્ડ આર્જેન્ટીનાના નામે છે. આર્જેન્ટીનાની ટીમ બે વાર ચેમ્પિયન બન્યા બાદ વર્લ્ડકપનો પોતાનો પ્રથમ મુકાબલો હારી હતી.

પોતાનો પ્રથમ મુકાબલો હારનારી વર્લ્ડ ચેમ્પિયન ટીમ :

૨૦૧૮ : જર્મની V/S મેક્સિકો : ૦-૧

૨૦૧૪ :  સ્પેન V/S નેધરલેન્ડ્સ : ૧-૫

૨૦૦૨ : ફ્રાન્સ V/S સેનેગલ : ૦-૧

૧૯૯૦ : આર્જેન્ટિના V/S કેમરૂન :  ૦-૧

૧૯૮૨ : આર્જેન્ટિના V/S બેલ્જિયમ : ૦-૧

૧૯૫૦ : ઇટલી V/S સ્વીડન : ૨-૩