Not Set/ ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ કોણ કરશે 11 આશ્રમોનું સંચાલન: જાણો અહી

ઇન્દોર, ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ એમની હજારો કરોડોની સંપતિ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સદગુરુ દત્ત ધાર્મિક એવં પારમાર્થિક ટ્રસ્ટ માટે દેશમાં અલગ-અલગ સ્થાનો પર આવેલા 11 આશ્રમ અને 20 મોટી યોજનાઓનું સંચાલન એક મોટો પડકાર છે. ટ્રસ્ટની આર્થીક સ્થિતિ નાજુક હોવાની વાતનો સ્વીકાર ભૈય્યુજી મહારાજ દોઢ વર્ષ પહેલા જ કરી ચુક્યા છે. […]

India Trending
245115 3 ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ કોણ કરશે 11 આશ્રમોનું સંચાલન: જાણો અહી

ઇન્દોર,

ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ એમની હજારો કરોડોની સંપતિ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સદગુરુ દત્ત ધાર્મિક એવં પારમાર્થિક ટ્રસ્ટ માટે દેશમાં અલગ-અલગ સ્થાનો પર આવેલા 11 આશ્રમ અને 20 મોટી યોજનાઓનું સંચાલન એક મોટો પડકાર છે. ટ્રસ્ટની આર્થીક સ્થિતિ નાજુક હોવાની વાતનો સ્વીકાર ભૈય્યુજી મહારાજ દોઢ વર્ષ પહેલા જ કરી ચુક્યા છે. આવામાં એમની આત્મહત્યાના કારણે હાલત વધારે મુશ્કેલ થઇ ગયા છે. બીજી બાજુ ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ પોલીસે પાંચ દિવસમાં 15થી વધારે લોકોના નિવેદન લીધા છે પરંતુ આ મહા-રાઝ પરથી પરદો ઉઠ્યો નથી. મહારાજ સાથે જોડાયેલા લોકોએ પોલીસ તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. પોલીસ એ લોકોની પૂછપરછ નથી કરી રહી જેઓ ભય્યુ મહારાજને સતત ફોન કરી રહ્યા હતા.

ઇન્દોરમાં આવેલા સૂર્યોદય આશ્રમના અધ્યક્ષ મહારાજના પિતરાઈ ભાઈ દિલીપ દેશમુખ અને સચિવ તુષાર પાટીલ છે. તુષારનું કહેવાનું છે કે 11 ટ્રસ્ટીઓ મળીને આ આશ્રમનું સંચાલન કરે છે. દેશ ભરમાં 50 કેમ્પેન પણ ચલાવાઈ રહ્યા છે. ટ્રસ્ટની બેલેન્સ શીટમાં કામ વધારે અને ખર્ચ ઓછો દેખાશે. કારણ એ છે કે ઘણાં લોકો સેવાના ભાવથી સહયોગ આપતા હોય છે. તળાવના ખોદકામ દરમિયાન ઘણાં લોકોએ મશીનરી અને વાહનોના ઉપયોગ માટે કોઈ ચાર્જ લીધો નહતો.

આશ્રમમાં આવતા દરેક વ્યક્તિનો રેકોર્ડ રાખવામાં આવે છે. રજીસ્ટરમાં એમની એન્ટ્રી કરવામાં આવે છે. મળવાવાળા માટે અલગ-અલગ વ્યવસ્થા હોય છે. ફક્ત દર્શન માટે આમંત્રિત, ગર્ભવતી અને ઊંચા હોદ્દા વાળા સાથે મહારાજ જલ્દી મુલાકાત કરતા હતા. અન્ય કામ માટે આવનારા માટે એપોઇન્ટમેન્ટ વ્યવસ્થા હતી. લોકોની સમસ્યા નિવારણ માટે અનુકુળતા મુજબ દિવસ નક્કી કરવામાં આવતો હતો.

bhayyu ji maharaj ભૈય્યુજી મહારાજના મૃત્યુ બાદ કોણ કરશે 11 આશ્રમોનું સંચાલન: જાણો અહી

ઇન્દોર આશ્રમમાં લગભગ 40 લોકો કામ કરે છે. આમાંના 30ને દૈનિક રોજગાર આપવામાં આવે છે, જયારે 10 લોકોને પગાર આપવામાં આવે છે. ઘણાં લોકો બે, ચાર, આંઠ, પંદર દિવસ અને મહિના માટે આશ્રમમાં સેવા આપવા આલગ-અલગ શહેરો માંથી આવે છે. દેશભરના આશ્રમ અને ટ્રસ્ટ સ્થાનો પર એક હજારથી વધારે લોકો સેવા આપે છે.

આ આશ્રમોનો ખર્ચ ઉપાડવો મોટો પડકાર:

આદિવાસી આશ્રમશાળા તરનોદમાં 150 વિદ્યાર્થી ભણે છે. એમની શિક્ષણ સામગ્રી, શિક્ષકોની ફી, યુનિફોર્મ વગેરેનો ખર્ચ. પારદી સમાજના નિર્ધન આદિવાસીઓ માટે બુલઢાના જીલ્લામાં સંગોલા આશ્રમશાળામાં 700 બાળકોને શિક્ષા આપવામાં આવી રહી છે. આનું સંચાલન સ્થાનિક લોકોની મદદથી થઇ રહ્યું છે. સોલાપુર અને ઉસ્માનાબાદમાં મુરટા આશ્રમશાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગરમીન ક્ષેત્રોના નિર્ધન ખેડૂતોના 300 બાળકો રહીને શિક્ષા ગ્રહણ કરે છે.

પત્ની અને પુત્રી વચ્ચે ચાલી રહેલી ખેંચ-તાણમાં ભૈય્યુજી એવી રીતે ફસાઈ ગયા હતા કે એમના પોતાના જ એમની જાસુસી કરતા હતા. પુત્રી એ વાત જાણવા માંગતી હતી કે પિતા બીજી પત્ની માટે શું કરી રહ્યા છે જયારે બીજી પત્નીનું ધ્યાન પુત્રી સાથે થતી વાતચીતમાં લાગેલું રહેતું હતું. માહિતી ના મળવા પર બંને નોકર અને સેવાદારોને ધમકાવીને માહિતી આપવા માટે દબાણ કરતા હતા.

તપાસમાં શામેલ ઓફિસરના જણાવ્યા મુજબ એમણે નોકર ગોલુ, નોકરાણીને સરોજ સોલંકી અને કર્મચારી પ્રવીણ, યોગેશ વગેરેના નિવેદન લીધા હતા, જેમાં એ લોકોએ પત્ની ડો. આયુષી અને પુત્રી કુહુ વચ્ચે ચાલી રહેલી લડાઈ વિશે ખુલીને જણાવ્યું હતું. એક કર્મચારીએ કહ્યું કે આયુષી ભૈય્યુજી મહારાજના ડ્રાઈવર શરદ સેવાલકર અને સેવાદાર શેખર શર્માને વારંવાર ફોન કરતા હતા અને પૂછપરછ કરતા હતા કે કુહુ સાથે મહારાજની ક્યારે અને શું વાત થઇ હતી. બીજી બાજુ કુહુ પણ વિનાયક દુધાળેના સંપર્કમાં રહેતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુના આગળના દિવસે મહારાજ પુને જવા રવાના થયા, ત્યારે પણ આયુષી ફોન કરી રહી હતી.

પોલીસે શુક્રવારે મોડી રાત સુધી કુહુ અને સેવાદાર વિનાયક દુધાળેની પૂછપરછ કરી હતી. કુહુએ જણાવ્યું કે મહારાજ જલ્દી લગ્ન કરાવવા માંગતા હતા. એના માટે છોકરાની પણ શોધ કરી રહ્યા હતા, પરંતુ એણે લગ્ન કરવાની ના કહી હતી અને કહ્યું હતું કે તે હજુ નાની છે અને ભણવા માંગે છે. જોકે ઈશારામાં કુહુએ આયુષી પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. એસપી અવધેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ કુહુએ કહ્યું કે તે પિતાના બીજા લગ્નના પક્ષમાં નહતી. એણે આયુષીને કદી પોતાની માતા માની નહતી અને ના તો કોઈ દિવસ વાત કરી હતી.