Not Set/ નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત લાવી રંગ

ડાંગ જિલ્લાના લોકોના રોજિંદા ખોરાકમાં વપરાતી નાગલી હવે ધીમેધીમે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે મહિલાઓ નાગલીમાંથી વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવી પગભર બની છે. જેમના બિસ્કિટની રાજ્યભરમાં ખુબજ માંગ છે.

Top Stories Gujarat Others Trending
નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જિલ્લો ગાઢ જંગલોથી ઘેરાયેલો જિલ્લો છે. અહીં અનેક ઔષધિઓ પણ મળી આવે છે. જેથી રાજ્ય સરકારે પણ આ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો તરીકે જાહેર કર્યો છે. ડાંગની ખાસ ઉપજ એવી નાગલીમાંથી અનેક બેકરી પ્રોડક્ટ બને છે. જેના કારણે સ્વાદિષ્ટ ભોજનએ ડાંગની મુખ્ય ઓળખ છે.

એક માત્ર મહિલા દ્વારા ચાલતી બેકરી જેમાં બની છે સૌથી અલગ નાગલી નાં બિસ્કિટ,જાણો આ મહિના ની રસપ્રદ કહાની… | Fearless Voice

  • નડગખાડી ગામની મહિલાઓની મહેનત રંગ લાવી
  • મહિલાઓએ નાગલીમાંથી બનાવી વિવિધ પ્રોડક્ટ
  • નાગલીની બિસ્કિટની રાજ્યભરમાં માંગ વધી
  • ખેડૂતો નાગલીના પાકથી જીવન નિર્વાહ ચલાવે છે

વન પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકો નાગલીની ખેતી કરે છે. આ નાગલીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન અને ફાયબર હોય છે. જેના સેવનથી સ્થાનિક લોકોના હાડકા ખુબજ મજબૂત હોય છે. અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ અન્ય લોકો કરતા વધારે હોવાનું માનવામાં આવે છે.

નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ,

ચોમાસા દરમિયાન ડાંગના મોટા ભાગના ખેડૂતો નાગલીની ખેતી કરતા જોવા મળે છે. સરકારની વિવિધ યોજના હેઠળ આદિવાસી ખેડૂતો નાગલીનો પાક મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.

નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ,

ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાના લોકોના રોજિંદા ખોરાકમાં વપરાતી નાગલી હવે ધીમેધીમે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ અને એનજીઓ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી પુરી પાડવા ત્રણ તાલુકામાં અનેક જગ્યાએ નાહરી કેન્દ્રો સ્થાપવા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. ડાંગમાં આવેલા પ્રવાસન સ્થળો ઉપર આ નાહરી કેન્દ્રોમાં ડાંગી ભોજનનો સ્વાદ ચાખવા મળે છે.

નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ,

જેમાં નાગલીના રોટલા, નાગલીના પાપડ, ચોખાના રોટલા, અડદની દાળ અને વિવિધ ચટણી સાથે શાકભાજી બધુંજ ઓર્ગેનિક ભોજન પીરસવામાં આવે છે. ડાંગના નડગખાડી ગામની મહિલાઓ નાગલીમાંથી વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવી પગભર બની છે. જેમના બિસ્કિટની રાજ્યભરમાં ખુબજ માંગ છે.

નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ,

 ડાંગમાં સ્થાનિક લોકો નાગલીની પ્રાકૃતિક ખેતી કરી આવક મેળવતા થયા છે. ત્યારે, બીજી તરફ બેકરી ઉદ્યોગ અને નારી કેન્દ્રોમાં કામ મળતા સ્થાનિક મહિલાઓને કાયમી ધોરણે રોજગારી પણ ઉભી થઇ ગઇ છે. જેનાથી મહિલાઓને અન્ય સ્થળે મજૂરી કરવા જવું પડતું નથી.

જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન