Not Set/ ચા વેચીને 16 વર્ષમાં 26 દેશોનો પ્રવાસ કરનાર કપલની જોડી તૂટી,આનંદ મહિન્દ્રા જેવા લોકો હતા દિવાના..

કોચીના જાણાતી ચા વેચનાર આર વિજયન જેઓ ઘણા દેશોની યાત્રા કરી ચૂક્યા છે, તેમનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા

Trending
Untitled 282 26 ચા વેચીને 16 વર્ષમાં 26 દેશોનો પ્રવાસ કરનાર કપલની જોડી તૂટી,આનંદ મહિન્દ્રા જેવા લોકો હતા દિવાના..

સન્માન અને મહેનતથી કરવામાં આવેલું કોઈપણ કામ નાનું નથી હોતું. તમે ફિલ્મી ડાયલોગ પણ સાંભળ્યો હશે કે, ‘અમ્મી જાન કહેતી હતી કે કોઈ ધંધો નાનો નથી’. રસ્તાની બાજુમાં ઉભા રહીને ચા કેમ તમે વેચતા નથી, ઈમાનદારીથી કામ કરો તો આશીર્વાદ મળે છે. એવું કામ છે જેના પર ગર્વ હોવો જોઈએ. જીવનમાં આવી જ કેટલીક બાબતોનો અહેસાસ કરાવનાર એક ચા વિક્રેતાની દુનિયા છોડી જવાના સમાચારે તેના ચાહકોને રડાવી દીધા.

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

કોચીમાં ચાની દુકાનના માલિક કેઆર વિજયનનું 19 નવેમ્બર, શુક્રવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. વિજયન 71 વર્ષના હતા. વિજયન અને તેની પત્ની મોહના કોચીમાં ચાની દુકાન ચલાવતા હતા. જેનું નામ ‘શ્રી બાલાજી કોફી હાઉસ’ છે. વિજયન પોતાની કમાણીથી આખી દુનિયા ફરતાહતા . તેઓ પિકનિકના આ શોખના કારણે તેઓ સમગ્ર કેરળની સાથે દેશમાં પ્રખ્યાત થયા.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ વિજયન અને તેની પત્ની રશિયાની મુલાકાતે ગયા હતા. જે આ કપલની છેલ્લી વિદેશ યાત્રા હતી. જે લોકો તેમને ઓળખે છે તેઓ સોશિયલ મીડિયા પર તેમને યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેઓ તેમને ઓળખતા હતા તેઓ વારંવાર કેરળમાં તેમની દુકાન પર આવતા પ્રવાસીઓને કહેતા હતા કે કેવી રીતે તેઓ તેમના પિતાને મદદ કરવા આ દુકાનમાં આવ્યા હતા.

Untitled 282 24 ચા વેચીને 16 વર્ષમાં 26 દેશોનો પ્રવાસ કરનાર કપલની જોડી તૂટી,આનંદ મહિન્દ્રા જેવા લોકો હતા દિવાના..

આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

લગભગ આખા ભારતની મુસાફરી કર્યા પછી, આ વર્ષે દંપતીએ અમેરિકા , જર્મની સહિત ઘણા દેશોની યાત્રાઓ પૂર્ણ કરી. જ્યારે દુનિયાને તેના શોખ વિશે ખબર પડી ત્યારે તે સેલિબ્રિટી ચા વેચનાર બની ગયા જેને ઇન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કરી ફ્રન્ટ પેજમાં સ્થાન આપ્યું હતું. તેમના શોખને વિજયન માટે સ્પોન્સરશિપ પણ મળી અને જેઓએ આ જોડી માટે મદદ કરી તેમાં અમિતાભ બચ્ચન, શશિ થરૂર અને આનંદ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.આ કપલની રશિયાની છેલ્લી મુલાકાત 21 ઓક્ટોબરે હતી અને તેઓ 28 ઓક્ટોબરે પરત ફર્યા હતા. પ્રખ્યાત લેખક એનએસ માધવને ટ્વીટ કર્યું, ‘વિશ્વના ઘણા દેશોની યાત્રા કરી ચૂકેલા એર્નાકુલમના ચા વેચનાર વિજયનનું નિધન થયું છે. તેઓ હમણાં જ રશિયાથી પાછા ફર્યા હતા, જ્યાં તેઓ પુતિનને મળવા માંગતા હતા.વિજયનના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રીઓ શશિકલા, ઉષા અને ત્રણ પૌત્રો છે.

Untitled 282 25 ચા વેચીને 16 વર્ષમાં 26 દેશોનો પ્રવાસ કરનાર કપલની જોડી તૂટી,આનંદ મહિન્દ્રા જેવા લોકો હતા દિવાના..