Cricket/ યુવીએ બેક ટૂ બેક 4 સિક્સર ફટકારી 2007 વર્લ્ડ કપની યાદ કરી તાજા, જુઓ Video

એક તરફ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ટી-20 સીરીઝ રમી રહી છે.

Sports
ગરમી 63 યુવીએ બેક ટૂ બેક 4 સિક્સર ફટકારી 2007 વર્લ્ડ કપની યાદ કરી તાજા, જુઓ Video

એક તરફ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ટી-20 સીરીઝ રમી રહી છે. બીજી તરફ રાયપુરમાં રોડ સેફ્ટી સીરીઝ ચાલી રહી છે. જેમા ગઇ કાલે શનિવારનાં રોજ ઈન્ડિયન લિજેન્ડ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. જેમા ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. આ મેચમાં સચિન તેડુંલકર અને યુવરાજ સિંહ પોતાના જુના રંગમાં જોવા મળ્યા હતા.

Cricket / પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

સચિન તેંડુલકરે ભારત માટે શાનદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે યુવરાજ સિંહે તોફાની અડધી સદી ફટકારીને ભારતને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ટીમ ઈન્ડિયાનાં “સિક્સર કિંગ” કહેવાતા યુવરાજ સિંહે ફરી એકવાર બતાવ્યું કે તેની ઉંમર 39 વર્ષ હોવા છતાં પણ તેની પાસે શક્તિ બાકી છે. 2007 માં રમાયેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધની વર્લ્ડકપ મેચમાં યુવરાજ સિંહની દમખમ અન વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી તેવી જ બેટિંગ શનિવારનાં રોજ સાઉથ આફ્રિકા લિજેન્ડ વિરુદ્ધ જોવા મળી હતી. આ મેચમાં યુવીએ સતત ચાર સિક્સર ફટકારી હતી.

Cricket / દર્શકો દ્વારા બોલ પરત ન કરાતા હાર્દિકે કર્યો આ ઈસારો, જુઓ Video

યુવરાજસિંહે તેના ફેન્સને જૂના દિવસોની યાદ અપાવતા એક અદ્દભૂત કામ કર્યું હતુ. યુવરાજસિંહે 4 બોલમાં સતત 4 સિક્સર ફટકારી હતી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચની યાદને તાજા કરી હતી. યુવરાજ સિંહે ડી બ્રૂનનાં 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી અને દર્શકોને ખુશ કર્યા હતા. યુવરાજ સિંહે દરેક સિક્સર લાંબો ફટકાર્યો હતો અને આકર્ષક ઇનિંગ્સ રમી હતી. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર આ શ્રેણીનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સુનિલ ગાવસ્કર પીએમજી ગ્રુપનાં વડા છે જે સીરિઝનાં આયોજક છે. આ સીરીઝ મહારાષ્ટ્ર રોડ સેફ્ટી સેલનાં નેજા હેઠળ રમાશે. ગયા વર્ષે માર્ચમાં, કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને થોડી મેચ રમાયા પછી શ્રેણી મુલતવી રાખવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ