IPL 2022/ RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, વિરાટ કોહલીની જગ્યાએ આ પ્લેયર સંભાળશે બાજી 

IPLની શરૂઆત પહેલા RCBએ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ફાફ ડુ પ્લેસિસ હવે ટીમનું નેતૃત્વ કરશે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે વિરાટ કોહલી પણ ફરીથી કપ્તાની સંભાળી શકે છે.

Sports
Untitled 17 5 RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, વિરાટ કોહલીની જગ્યાએ આ પ્લેયર સંભાળશે બાજી 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની સીઝનની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક મોટી જાહેરાત કરી છે. RCBએ સાઉથ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને પોતાના કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. ટીમે શનિવારે મોટી ઈવેન્ટમાં આની જાહેરાત કરી અને સાથે જ નવી જર્સી પણ લોન્ચ કરી.

વિરાટ કોહલી હજુ પણ આ ટીમની કમાન સંભાળી રહ્યો હતો, પરંતુ તેણે ગયા વર્ષે સુકાની પદેથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં હવે RCB ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં નવી સિઝનમાં પ્રવેશ કરશે. RCBએ મેગા ઓક્શનમાં ફાફ ડુ પ્લેસિસને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

https://twitter.com/RCBTweets/status/1502603973848494087?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1502603973848494087%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fsports%2Fipl-2022%2Fstory%2Frcb-new-captain-announcement-virat-kohli-faf-du-plessiss-glenn-maxwell-ipl-2022-tspo-1427363-2022-03-12

 

બેંગ્લોરમાં લાઈવ ઈવેન્ટમાં નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે અને આરસીબીના ચાહકો એકઠા થઈ ગયા છે. અહીં ફેન્સ વિરાટને કેપ્ટન બનાવવાની માંગ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે RCBએ પહેલા જ તેમના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સની મેન્ટર તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી દીધી હતી.

RCBના કેપ્ટન કોણ રહી ચૂક્યા છે?

વિરાટ કોહલી – કુલ મેચ 140, જીત 64, હાર 69
અનિલ કુંબલે – કુલ મેચ 26, જીત્યા 15, હાર્યા 11
ડેનિયલ વેટોરી – કુલ મેચ 22, જીત 12, હાર 10
રાહુલ દ્રવિડ – કુલ મેચ 14, જીત 4, હાર 10
કેવિન પીટરસન – કુલ મેચ 6, જીત 2, હાર 4
શેન વોટસન – કુલ મેચ 3, જીત 1, હાર 2

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફાફ ડુ પ્લેસિસના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે સૌથી વધુ સમય ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે વિતાવ્યો છે. ફાફ ડુ પ્લેસિસે IPL કારકિર્દીમાં કુલ 100 મેચ રમી છે, જેમાં તેના નામે 2935 રન છે. ફાફના નામે 22 અર્ધસદી છે, જ્યારે તેની સરેરાશ 34.94 છે.

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી એકપણ આઈપીએલ ટાઈટલ જીત્યું નથી. આવી સ્થિતિમાં હવે ટીમ નવા કેપ્ટનના નેતૃત્વમાં ટાઈટલનો દુષ્કાળ ખતમ કરવાની આશા રાખશે.

OMG! / જીભ પર કાળો તલ નહીં આ વ્યક્તિની આખી જીભ જ થઈ ગઈ કાળી, જાણો શું છે આ ગંભીર બીમારી

Auto / ચમકતી જૂની કારમાં પણ મોટો ખર્ચો થઈ શકે છે, ખરીદતી વખતે રહો સાવચેત