Not Set/ યુવરાજ સિંહે કોહલીને ભેટમાં આપ્યા ‘ગોલ્ડન બૂટ’, ભાવુક થઇને પત્રમાં લખ્યું ‘દુનિયા માટે કિંગ કોહલી, પરંતુ મારા માટે હંમેશા ચીકુ જ રહીશ’

ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને એક ખાસ શૂઝ ગિફ્ટ કર્યા છે, વિરાટની સુવર્ણ કારકિર્દી માટે યુવરાજે આ ખાસ ભેટ આપી છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીએ વિરાટ કોહલી માટે પત્ર લખ્યો છે, જેમાં તેમણે કોહલી સાથે જોડાયેલી ઘણી ભાવનાત્મક વાતો લખી છે

Trending Sports
18 6 યુવરાજ સિંહે કોહલીને ભેટમાં આપ્યા 'ગોલ્ડન બૂટ', ભાવુક થઇને પત્રમાં લખ્યું 'દુનિયા માટે કિંગ કોહલી, પરંતુ મારા માટે હંમેશા ચીકુ જ રહીશ'

ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને એક ખાસ શૂઝ ગિફ્ટ કર્યા છે. વિરાટની સુવર્ણ કારકિર્દી માટે યુવરાજે આ ખાસ ભેટ આપી છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીએ વિરાટ કોહલી માટે પત્ર લખ્યો છે. જેમાં તેમણે કોહલી સાથે જોડાયેલી ઘણી ભાવનાત્મક વાતો લખી છે. યુવીએ પત્ર સાથે વધુ બે ફોટા શેર કર્યા છે.  એક ફોટો કોહલી સાથે છે અને બીજા ફોટોમાં તે શૂઝ છે જે તેમણે કોહલીને ગિફ્ટ કર્યા છે.

યુવરાજે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ તસવીરો પોસ્ટ કરવાની સાથે એક રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. યુવીની આ પોસ્ટમાં એક ફોટો શૂઝનો છે અને બીજો લેટરનો છે. આમાંનો ત્રીજો ફોટો ઘણો જૂનો છે. આમાં તે વિરાટ સાથે જોવા મળી રહ્યો છે. યુવરાજે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “વિરાટ, મેં તને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે વધતો જોયો છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સાથે ખભે ખભા મિલાવીને ચાલતા નેટના નાના છોકરાથી માંડીને તમે નવી પેઢીનું નેતૃત્વ કરી રહેલા દિગ્ગજ છો.

તેણે લખ્યું, “તમારી શિસ્ત અને મેદાન પરનો જુસ્સો અને રમત પ્રત્યેની નિષ્ઠા આ દેશના દરેક નાના બાળકને બેટ હાથમાં લેવા અને એક દિવસ વાદળી જર્સી પહેરવાનું સ્વપ્ન જોવાની પ્રેરણા આપે છે. તમે દર વર્ષે તમારા ક્રિકેટનું સ્તર ઊંચું કર્યું છે અને આ અદ્ભુત રમતમાં પહેલેથી જ એટલું બધું હાંસલ કર્યું છે કે તે મને તમારી કારકિર્દીમાં આ નવો અધ્યાય શરૂ કરવા માટે વધુ ઉત્સાહિત કરે છે. તમે એક મહાન કેપ્ટન અને મહાન નેતા રહ્યા છો.

યુવરાજે લખ્યું, “મને ખુશી છે કે મેં તમારી સાથે એક સાથી તરીકે અને તેનાથી પણ વધુ એક મિત્ર તરીકે બોન્ડ શેર કર્યું છે. રન બનાવવો, લોકોના પગ ખેંચવા, પંજાબી ગીતો પર ડાન્સ કરવો અને કપ જીતવો, આ બધું અમે સાથે મળીને કર્યું છે. દુનિયા માટે તુ કિંગ કોહલી છે પરંતુ મારા તું હંમેશા ચીકુ જ રહીશ. તમારી અંદરની આગને હંમેશા સળગતી રાખજો, તમે સુપરસ્ટાર છો. તમારા માટે ખાસ ગોલ્ડન બૂટ હાજર છે. દેશને ગૌરવ અપાવતા રહો!

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ અને વિરાટ કોહલીની મિત્રતા ઘણી જૂની છે. વિરાટે હાલમાં જ ટેસ્ટ મેચોની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તે મોહાલીમાં શ્રીલંકા સામે તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમશે. ભારત અને શ્રીલંકાની ટીમો 4 માર્ચથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં આમને-સામને થશે.