જાહેરાત/ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હૈદરાબાદમાં કરી આ છ મોટી જાહેરાતો

સોનિયા ગાંધીએ તેલંગાણાની ચૂંટણી પહેલા 6 ગેરંટીની જાહેરાત કરી છે,

Top Stories India
4 19 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હૈદરાબાદમાં કરી આ છ મોટી જાહેરાતો

ચૂંટણીની મોસમ આવતાની સાથે સત્તાપક્ષ અને વિરોધપક્ષ લોભામણી જાહેરાતોમાં લાગી જાય છે. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેલંગાણામાં એક મોટી જાહેરાત કરી છે. સોનિયા ગાંધીએ હૈદરાબાદ પાસે રેલીને સંબોધિત કરતા મોટા વચનો આપ્યા છે. સોનિયા ગાંધીએ તેલંગાણાની ચૂંટણી પહેલા 6 ગેરંટીની જાહેરાત કરી છે. સોનિયાએ જાહેરાત કરી હતી કે મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને પૈસા આપવામાં આવશે. આ ઉપરાંત સસ્તા ગેસ સિલિન્ડર અને બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.

હૈદરાબાદમાં એક જાહેર રેલીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે તેલંગાણાના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે મહાલક્ષ્મી યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સોનિયાએ કહ્યું કે જો સરકાર બનશે તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને રાજ્યભરની TSRC બસોમાં મહિલાઓને મફત મુસાફરી કરવામાં આવશે. સોનિયાએ કહ્યું કે અમે 6 ગેરંટી જાહેર કરી રહ્યા છીએ અને તે દરેકને પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.