બિપરજોય/ વાવાઝોડામાંથી સૌરાષ્ટ્ર સાંગોપાંગ બચી ગયુંઃ હવે આફત ફક્ત કચ્છ પર

અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયાનક વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતમાં કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. આમ સૌરાષ્ટ્રને રાહત થઈ ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્ર બિપરજોય વાવાઝોડાની અસરમાંથી બચી ગયું છે. 

Top Stories Gujarat
Bipperjoy 2 2 વાવાઝોડામાંથી સૌરાષ્ટ્ર સાંગોપાંગ બચી ગયુંઃ હવે આફત ફક્ત કચ્છ પર

અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયાનક વાવાઝોડું Biperjoy બિપરજોય આજે ગુજરાતમાં કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. આમ સૌરાષ્ટ્રને રાહત થઈ ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો સૌરાષ્ટ્ર બિપરજોય વાવાઝોડાની અસરમાંથી બચી ગયું છે.  આ આફતમાંથી બચી જવાના લીધે સૌરાષ્ટ્રવાસીઓએ હાશ અનુભવી છે. એક સમયે માનવામાં આવતું હતું કે બિપરજોય પોરબંદરના કાંઠે ટકરાઈ શકે છે, પણ વાવાઝોડાએ થોડી દિશા બદલતા હવે તે કચ્છના માંડવી અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચી વચ્ચે ટકરાશે. Biperjoy આમ હવે વાવાઝોડાની આ આફત હાલમાં કચ્છ પર કેન્દ્રિત થયેલી છે. તેમા પણ ખાસ કરીને માંડવી અને લખપતમાં તે વધુને વધુ ઘાતક સ્વરૂપમાં ત્રાટકી શકે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત દ્વારકા, ઓખા, જખૌ બંદરે તેની તીવ્રતમ અસર અનુભવાઈ શકે છે.

ખુબ જ શક્તિશાળી આ તોફાનના લેન્ડફોલને જોતા Biperjoy કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ રહેશે. ગુજરાતના તમામ કાંઠા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં આઠ જિલ્લામાંથી 74,435 લોકોને ખસેડ્યા છે. બીજી બાજુ ચક્રવાતથી પ્રભાવિત થનાર ગામડાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે. બિપરજોય ગુજરાતની એકદમ નજીક પહોંચી રહ્યું છે.

હવામાન ખાતાની છેલ્લી વિગતો મુજબ બિપરજોય Biperjoy સવારે 5.30 વાગ્યાની સ્થિતિ મુજબ જખૌ બંદરથી 180 કિમી દૂર છે. આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોથી પસાર થઈને માંડવી અને વચ્ચે જખૌ બંદરની આજુબાજુમાં સાંજે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લી વિગતો મુજબ આ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે અને હવે તે કચ્છ તરફ વળ્યું છે. આવામાં કચ્છને સૌથી વધુ અલર્ટ પર રખાયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાન જ્યારે ટકરાશે ત્યારે 120 કિમીથી લઈને 135 કિમી સુધીની ઝડપ હશે. એટલે કે તે 15મી ગુરુવારે સાંજે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આવામાં લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે.

 

આ પણ વાંચોઃ બિપરજોય/ માંડવીમાં મંડાશે બિપરજોય વાવાઝોડુંઃ પાકના કરાચીમાં પણ ત્રાટકશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 1300 કિ.મી.નું અંતર કાપી આવેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી 200 કિ.મી. દૂર

આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડું અંતરિક્ષથી આવું જોવાય છે,જુઓ વીડિયો

આ પણ વાંચોઃ Manipur/ મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

આ પણ વાંચોઃ નિર્ણય/ હવે CBIએ તમિલનાડુમાં તપાસ માટે લેવી પડશે મંજૂરી, સ્ટાલિન સરકારનો નિર્ણય