National/ રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં પશુ રાખવા અંગે નિયમો લાગુ

રાજ્યમાં ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત સરકારે તો રખડતા ધોરણો કાયદાણો અમલ મુલતવી રાખ્યો છે. ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે માત્ર એક ગાય/ભેંસને જ મંજૂરી અને  દર વર્ષે લાયસન્સ લેવાનો કાયદો લાગુ કર્યો છે.

Top Stories India
Untitled 19 13 રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં પશુ રાખવા અંગે નિયમો લાગુ
  • જાહેર સ્થળોએ પરમિટ વિના પશુઓ માટેના ઘાસચારાનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાઇસન્સ વિના ઘાસચારો વેચવા પર 500 રૂપિયાનો દંડ પણ લાગશે.

ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાનસભામાં કાયદો પસાર કરી માલધારી સમાજ અને ગાય માતા અને પશુધન ને મુશ્કેલીમાં મૂકી દીધેલ છે ત્યારે ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું  હતું. અને ભાજપના પ્રદેશ  અધ્યક્ષ દ્વારા આ કાયદો પાછો લેવામાં આવશે તેવી મૌખિક વાત પણ કરવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનની અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પશુપાલકો માટે આવા જ  કાયદો પસાર કર્યો છે. આ મુજબ, શહેરી વિસ્તારમાં માત્ર એક જ ગાય કે ભેંસને પાળવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે વાર્ષિક લાઇસન્સ પણ લેવું પડશે. પશુ ઉછેર માટે 100 ચોરસ યાર્ડ જમીન વધારાની રાખવી પડશે.

નવા નિયમો મ્યુનિસિપલ કોર્પોરેશન અને કાઉન્સિલ હેઠળના વિસ્તારોમાં લાગુ થશે. એટલે કે રાજ્યના લગભગ 213 શહેરો તેના દાયરામાં આવશે. નવા નિયમો અનુસાર જો ગાયો ખુલ્લામાં રખડતી જોવા મળશે તો તેના માલિકોને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. લાયસન્સ મળ્યા બાદ પ્રાણીના કાનમાં ટેગ બાંધવામાં આવશે. તેના પર માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નાખવામાં આવશે. દર 10 દિવસે ગાયનું છાણ શહેરની બહાર લઈ જઈને ડમ્પ કરવાનું રહેશે. પશુને રસ્તા પર કે ખુલ્લી જગ્યા પર બાંધવાની મનાઈ છે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે 1 મહિનાની નોટિસ પર લાઇસન્સ રદ કરવામાં આવશે. આ પછી સંબંધિત વ્યક્તિ ફરીથી પ્રાણીને પાળી શકશે નહીં.

મીડિયા અહેવાલો અનુસાર, નવા ધારાધોરણો હેઠળ લાઇસન્સ મેળવવા માટે, અરજદારે યોગ્ય સ્વચ્છતા સાથે ઢોરોને રાખવા માટે સૂચિત સ્થળની વિગતો સબમિટ કરવી પડશે. 1000 રૂપિયા વાર્ષિક લાઇસન્સ ફી લેવામાં આવશે. સાથે જ જાહેર હિતમાં કામ કરતી શૈક્ષણિક, ધાર્મિક અને અન્ય સંસ્થાઓએ અડધી રકમ ચૂકવવી પડશે.

તેમજ ઢોરને જ્યાં રાખવામાં આવશે તે જગ્યાને સ્વચ્છ રાખવી જરૂરી છે. સ્વચ્છતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા પર 500 રૂપિયાનો દંડ લાગશે. જાહેર સ્થળોએ પરમિટ વિના પશુઓ માટેના ઘાસચારાનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લાઇસન્સ વિના ઘાસચારો વેચવા પર 500 રૂપિયાનો દંડ પણ લાગશે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ નિયમો પછી શહેરી વિસ્તારની 95 ટકા વસ્તી ગાય અને ભેંસ પાળી શકશે નહીં.

તે જાણીતું છે કે નીતિ આયોગ અર્થતંત્રને સુધારવા માટે ગાયના છાણના વ્યવસાયિક ઉપયોગ માટે રોડમેપ પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત પેટ્રોલના વિકલ્પ તરીકે ગાયના છાણમાંથી બાયો-સીએનજીની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદનું કહેવું છે કે આ સાથે રખડતા પ્રાણીઓની સમસ્યાનો સામનો કરવામાં આવશે.

શહેરી વિસ્તારોમાં રખડતા પ્રાણીઓની સમસ્યાને પહોંચી વળવા માટે આ વર્ષે માર્ચમાં ગુજરાત વિધાનસભા દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાએ છ કલાકની ચર્ચા બાદ 31 માર્ચે ગુજરાત પશુ નિયંત્રણ બિલ પસાર કર્યું હતું, પરંતુ કોંગ્રેસ અને માલધારી સમુદાયના ભારે વિરોધ બાદ ગુજરાત સરકારે આ બિલનો અમલ ન કરવાનો નિર્ણય લીધો હતો.

અફઘાનિસ્તાન/ કાબુલમાં હાઈસ્કૂલ પાસે ત્રણ વિસ્ફોટ, અનેકના મોતની આશંકા