ભારત માં ચાલી રહેલી જીવલેણ બીમારી ખુબ જ તાંડવઃ મચાવી રહી છે.ઠેર ઠેર નવા કેસો અને મોત ના આંકડા હૃદય કંપાડી ઉઠે છે.જ્યાં કોરોના ને કારણે કેટલાંક લોકો નું જીવન ટૂંકું થયું ત્યાં લોકો ભૂખ્યા પેટે પણ મરી રહ્યા લોકડાઉન ને કારણે બેરોજગારી ની માર ઘણા મજુર વર્ગ ના લોકો ને પડી છે.છેલ્લા એક વર્ષ ની વાત કરીયે તો છેલ્લા એક વર્ષ માં ભારત માં ગરીબી રેખા નીચે જીવતા લોકો નું સ્તર વધી ગયેલું છે.
એક રિપોર્ટ અનુસાર ભારત માં 23 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે ભારત ની ઈકોનોમી કે પછી ગરીબી રેખાનીચે જીવતા લોકો ને ખુબ જ ગંભીર ફટકો પડયો છે.એક રિપોર્ટ અનુસાર ભારત માં કોરોના પછી ભારત માં ગ્રામીણ વિસ્તાર માં 15 ટકા અને શેહરી વિસ્તારમાં 20 ટકા જેટલો ગરીબી માં વધારો નોંધાયો હતો. કોરોના મહામારી પછી લગભગ 23 કરોડ લોક ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે રોજના દિન દહાડે મજૂરી કરતા આ ગરીબ વર્ગ ના લોકો રાષ્ટ્રીય લઘુતમ વેતન મુજબ રૂ .375 કરતા ઓછી જણાય છે
લોકડાઉન દરમિયા છેલ્લા 1 વર્ષ માં 20 ટકા ગરીબ લોકો એ પોતાની રોજગારી ગુમાવી છે.બીજા 50 ટકા થી વધુ કાયમી પગારદાર તરીકે રહેતા લોકો ની નોકરી ગઈ છે.34 ટકા લોકો સ્વારોજગાર તરફ વળ્યાં છે.જયારે રોજના વેતન પાર રહેતા 9 ટકા લોકો એ એ નોકરી થી હાથ ધોયા છે.
વાત કરીયે કોની આવક માં ઘટાડો થયો તો રિપોર્ટ અનુસાર ફોર્મલ વર્કસ ની આવક માં 5ટકા જેટલો જયારે ઇન્ફોર્મલ કર્મચારી ની આવકમાં 17 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે સ્વારોજગાર તરીકે ધંધો કરતા લોકો ની આવક માં 18 ટકા જેટલો ઘટાડો જ્યાં રોજે રોજનું વેતન કમાતા લોકો માં 13 ટકા જેટલો ઘટાડો જોવા મળેલ છે
લોકડાઉન નો ભોગ બનેલ દિન દહાડે મજદૂરો કંસ્ટ્રકસન સાઈડ ,કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ જેવા ઉદ્યોગો માં કામ કરી પોતાનું ગુજરાન ચાલવતા હોય તેવા મજૂરો ને કોરોના ની ખુબ માર પડી છે