Not Set/ CM યોગીનો ગદ્દારો સામે કડક વલણ,પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડશો તો દેશદ્રોહ કેસ

સીએમ યોગી આદિત્યનાથે ફટાકડા ફોડવા પર કડક વલણ અપનાવ્યું છે. જાે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવામાં આવશે તો તેમની  સામે રાજદ્રોહનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે

Top Stories India
m CM યોગીનો ગદ્દારો સામે કડક વલણ,પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડશો તો દેશદ્રોહ કેસ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચમાં ભારતની હાર બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ફટાકડા ફોડવા પર કડક વલણ અપનાવ્યું છે. જાે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવામાં આવશે તો તેમની  સામે રાજદ્રોહનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. જો કે આ પહેલા પોલીસે અડધો ડઝન કેસમાં કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. હવે સીએમની સૂચના બાદ દેશદ્રોહનો કેસ પણ નોંધવામાં આવશે.

હવે તમામ જિલ્લાના એસપીને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પણ દેશ વિરુદ્ધ કંઈ થાય છે, તેના પર તાત્કાલિક કાર્યવાહી કરીને દેશદ્રોહનો કેસ નોંધવામાં આવે. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત બાદ ઘણી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અંગે ગંભીરતા દાખવતા રાજ્ય સરકારે રિપોર્ટ પણ મંગાવ્યો હતો. યુપીના ડીજીપી મુકુલ ગોયલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કેસોમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક બદાઉનો છે. 24 ઓક્ટોબરે આ વ્યક્તિએ ફેસબુક પર પાકિસ્તાનના સમર્થનમાં એક પોસ્ટ લખીને પાકિસ્તાનના ઝંડાનો ફોટો મૂકીને ઉજવણી કરી હતી. અન્ય એક કેસમાં બરેલીના બે લોકો પર પાકિસ્તાનના સમર્થનમાં વોટ્સએપ સ્ટેટસ મુકવાનો આરોપ છે. અન્ય એક ઘટના અંતર્ગત સીતાપુરમાં પણ પાકિસ્તાનના સમર્થનમાં વોટ્સએપ પર સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.