Not Set/ બંગલો ખાલી કરવા પર સમય માંગવાનાં સમાચારને પ્રિયંકા ગાંધીએ ગણાવી Fake News

  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ 1 ઓગસ્ટ સુધીમાં તેમનું સરકારી મકાન ખાલી કરશે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મકાનો ખાલી કરાવવાનાં સમાચારોને નકારી કાઠ્યા અને તેને બનાવટી સમાચાર ગણાવ્યા હતા. પ્રિયંકા ગાંધીને કેન્દ્ર સરકાર તરફથી 1 જુલાઇનાં રોજ 35 લોધી, એસ્ટેટનો સરકારી બંગલો ખાલી કરવાના આદેશો મળ્યા હતા. આ બંગલો […]

India
5fa7976441796c1406c0bcb3644ed68e 3 બંગલો ખાલી કરવા પર સમય માંગવાનાં સમાચારને પ્રિયંકા ગાંધીએ ગણાવી Fake News

 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મંગળવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ 1 ઓગસ્ટ સુધીમાં તેમનું સરકારી મકાન ખાલી કરશે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મકાનો ખાલી કરાવવાનાં સમાચારોને નકારી કાઠ્યા અને તેને બનાવટી સમાચાર ગણાવ્યા હતા.

પ્રિયંકા ગાંધીને કેન્દ્ર સરકાર તરફથી 1 જુલાઇનાં રોજ 35 લોધી, એસ્ટેટનો સરકારી બંગલો ખાલી કરવાના આદેશો મળ્યા હતા. આ બંગલો તેમને 1997 માં ફાળવવામાં આવ્યો હતો. એવિક્શન નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે તેમના સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપની સુરક્ષા પરત લેવામાં આવી હોવાથી હવે તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં. તેમને 1 ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી એસપીજી પ્રોટેક્શન અને ઝેડ પ્લસ સિક્યુરિટી પાછી ખેંચી લીધા બાદ, હવે તમારી પાસે સુરક્ષાની દ્રષ્ટિએ સરકારી આવાસ મળવાની સુવિધા નથી, તેથી 6 બી ગૃહ નંબર 35, લોધી એસ્ટેટની ફાળવણી તા.1 જુલાઇથી તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. આ ભાડા પર 1 ઓગસ્ટ સુધી આવાસમાં રહેવાની છૂટ છે. મળી રહેલી માહિતી મુજબ તે જ દિવસે પ્રિયંકા ગાંધીએ પોતાનું બાકીનું ભાડુ ઓનલાઇન ચૂકવ્યું હતું.

એક રિપોર્ટ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે, પ્રિયંકા ગાંધીની વિનંતી પર સરકારે તેમને ઘર ખાલી કરવા માટે વધુ સમય આપ્યો છે, જેના પર પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આ બનાવટી સમાચાર છે. મેં સરકારને આવી કોઈ વિનંતી કરી નથી. 1 જુલાઈએ મળેલા એવિક્શન લેટર મુજબ હું 1 ઓગસ્ટ સુધીમાં 35 લોધી એસ્ટેટનાં નિવાસસ્થાનથી નીકળીશ. પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે અંતિમ તારીખ પહેલાં એક અઠવાડિયા સુધી તેમનો પરિવાર આ ઘર છોડી દેશે. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘આ એકદમ ખોટું છે. અમે અહીં રહેવા માટે સમયગાળો વધારવા વિનંતી કરી નથી. અમને 1 જુલાઈએ નોટિસ આપવામાં આવી હતી કે અમે આગામી 30 દિવસમાં ઘર છોડીશું. કોવિડનાં આવા કપરા સમયમાં પણ, અમે અમારું સંપૂર્ણ પેકિંગ કરી લીધું છે અને અમે ડેડલાઇનનાં એક અઠવાડિયા પહેલા ઘરની બહાર નીકળીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.