Not Set/ #Sikkim/ હિમપ્રપાતની ઝપટમાં આવતા સૈન્ય અધિકારી સહિત એક જવાન શહીદ

ઉત્તર સિક્કિમનાં પર્વતીય ક્ષેત્ર લુગનકમાં હિમપ્રપાતની ઝપટમાં આવતા સૈન્ય અધિકારી સહિત એક જવાન શહીદ થયા ગયા છે. સેનાની રાહત બચાવ ટીમોનાં પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નહીં. હિમપ્રપાતને કારણે બંને ઘણા ફુટ ઉંડા બરફ નીચે દબાઇ ગયા હતા. ઘણા કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સેનાને લેફ્ટનન્ટ અને સૈનિકની લાશ મળી હતી. સેના દ્વારા આપવામાં […]

India
be235306c4bb9c98c4d8ab7c35e3730b 1 #Sikkim/ હિમપ્રપાતની ઝપટમાં આવતા સૈન્ય અધિકારી સહિત એક જવાન શહીદ

ઉત્તર સિક્કિમનાં પર્વતીય ક્ષેત્ર લુગનકમાં હિમપ્રપાતની ઝપટમાં આવતા સૈન્ય અધિકારી સહિત એક જવાન શહીદ થયા ગયા છે. સેનાની રાહત બચાવ ટીમોનાં પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નહીં. હિમપ્રપાતને કારણે બંને ઘણા ફુટ ઉંડા બરફ નીચે દબાઇ ગયા હતા. ઘણા કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સેનાને લેફ્ટનન્ટ અને સૈનિકની લાશ મળી હતી. સેના દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ લોકો હિમપ્રપાતની ઝપટમાં આવેલા 18 સભ્યોની હિટ ટીમનો ભાગ હતા. આર્મીની પેટ્રોલિંગ અને બરફ દૂર કરવાની પાર્ટી ઉત્તર સિક્કિમમાં 14 મે નાં રોજ એક હિમપ્રપાતનાં ઝપટમાં આવી ગઇ.

રાહત કાર્ય માટે પહોંચેલી ટીમનાં અથાગ પ્રયત્નો છતાં સેનાનાં એક અધિકારી અને જવાનને બચાવી શકાયા નહીં. સેનાએ આપેલી માહિતી પ્રમાણે ઉત્તર સિક્કિમમાં એક બરફને નિકાળતી પાર્ટી અચાનક હિમપ્રપાતની ઝપટમાં આવી ગઇ. તમામ સૈન્યને સલામત રીતે બહાર કાઠવામાં આવ્યા છે. આ ઘટનામાં આર્મીનાં લેફ્ટનન્ટ કર્નલ રોબર્ટ ટી એ અને સૈપર સાપલા ષણમુખ રાવનું મોત નીપજ્યું હતું. હિમપ્રપાતનાં કારણે બંને બરફમાં દબાઇ ગયા હતા. બચાવ ટીમે બાકીનાં તમામ સભ્યોને બહાર કાઠ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે સિક્કિમમાં પેટ્રોલિંગ પાર્ટીનો ભાગ અને બરફ દૂર કરવાના કાર્યમાં સામેલ ભારતીય સૈન્યનાં 17-18 સૈનિકો 14 મે નાં રોજ અચાનક હિમપ્રપાતનો ભોગ બન્યા હતા, આ સૈનિકો અચાનક હિમપ્રપાતમાં ફસાયા હતા. સેનાની રાહત ટીમે આમાંથી 16 સભ્યોને બચાવી લીધી છે, પરંતુ તેમા એક લેફ્ટનન્ટ અને એક સૈનિકને બચાવી શકાયા નહી. બંને ઘણા કલાકોથી ગુમ હતા. સર્ચ ઓપરેશન બાદ બંને બરફમાં દબાયેલા મળી આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.