Not Set/ કુશવાહાના એક નિવેદનને લઇ રાજકારણ ગરમાયું, લોકસભાની ચુંટણી પહેલા NDAમાં તિરાડ પડવાના મંડાયા એંધાણ

પટના, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ દેશમાં રાજકીય પાર્ટીઓના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. આ દરમિયાન કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા હાલના પોતાના ગઠબંધન સાથે મતભેદો સપાટી પર આવ્યા બાદ તેઓ અન્ય પાર્ટીનોની શરણે જવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા […]

Top Stories India
693917 upendra kushwaha zee કુશવાહાના એક નિવેદનને લઇ રાજકારણ ગરમાયું, લોકસભાની ચુંટણી પહેલા NDAમાં તિરાડ પડવાના મંડાયા એંધાણ

પટના,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ દેશમાં રાજકીય પાર્ટીઓના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. આ દરમિયાન કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા હાલના પોતાના ગઠબંધન સાથે મતભેદો સપાટી પર આવ્યા બાદ તેઓ અન્ય પાર્ટીનોની શરણે જવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના NDAમાંથી અલગ થવાના સુર જોવા મળી રહ્યા છે.

હાલમાં જ ઉપેન્દ્ર કુશવાહાના એક નિવેદનને લઇ ખૂબ હલચલ પેદા થઇ ગઈ છે અને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. શનિવારે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પટનામાં આયોજિત બિ પી મંડળ કાર્યક્રમમાં સંબોધિત કરતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, “જો યાદવોનું દૂધ અને કુશવાહાના ચોખા મળી જાય તો એક ખૂબ સારી ખીર બની શકે છે”.

તેઓએ કહ્યું, “યદુવંશીનું દૂધ અને કુશવંશીના ચોખા મળી જાય તો ખીર ખૂબ સારી હશે અને આ સ્વાદિષ્ટ વ્યંજન બનાવથી કોઈ રોકી શકતું નથી”.

જો કે ઉપેન્દ્ર કુશવાહાના આ નિવેદન અંગે ઘણા તર્ક વિતર્ક કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવે તો,  હાલમાં તેઓના આ નિવેદનને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે”.

તેજસ્વી યાદવે કર્યું કુશવાહાનું કર્યું સ્વાગત

ઉપેન્દ્ર કુશવાહાના આ નિવેદન બાદ સામે આવી આવેલા સમીકરણો બાદ આરજેડી નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરતા તેઓનું સ્વાગત કર્યું હતું. તેઓએ ટ્વીટ કરતા કહ્યું, “કોઈ પણ શંકા વિના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીર શ્રમશીલ લોકો માટેની જરૂરત છે.

મહત્વનું છે કે, કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી ઉપેન્દ્ર કુશવાહા છેલ્લા કેટલાક સમયથી NDAમાં નીતિશ કુમારની પાર્ટી JDUના આગમનને લઇ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, નીતિશ કુમારની એન્ટ્રી બાદ તેઓની કદ ગઠબંધનમાં ઓછુ થઇ શકે છે.

આ વાત પણ સ્પષ્ટ છે કે, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અને નીતિશ કુમાર વચ્ચે પરસ્પર મેળાપ નથી તેમજ તેઓ ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચુંટણીમાં NDAનો મુખ્યમંત્રી ચહેરો પણ બનવા માંગે છે.