bypoll/ કોંગ્રેસ મૈનપુરીથી ઉમેદવાર નહીં ઉતારે, મુલાયમ સિંહના સન્માનમાં લેવાયો નિર્ણય

યુપીની મૈનપુરી લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે સપા નેતા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સામે રઘુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે.

Top Stories India
8 1 6 કોંગ્રેસ મૈનપુરીથી ઉમેદવાર નહીં ઉતારે, મુલાયમ સિંહના સન્માનમાં લેવાયો નિર્ણય

યુપીની મૈનપુરી લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે સપા નેતા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સામે રઘુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે. મૈનપુરી સીટ પૂર્વ સપા અધ્યક્ષ અને યુપીના સીએમ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે મુલાયમ સિંહના સંદર્ભમાં ભાજપ આ બેઠક પરથી કોઈ ઉમેદવાર ઉભા નહીં કરે. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે રઘુરાજ સિંહ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.જયારે આ બેઠક પર કોંગ્રેસ કોઇ ઉમેદવાર નહીં ઉભા રાખે.નેતાજી મુલાયમ સિંહ યાદવના સન્માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છએ.

ભાજપે મૈનપુરી લોકસભા બેઠકની પેટાચૂંટણી સહિત અન્ય રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પરંતુ આખા દેશની નજર મૈનપુરી લોકસભા સીટ પર છે, જ્યાંથી અખિલેશ યાદવની પત્ની તેના સસરા મુલાયમ સિંહ યાદવની સીટ પર ચૂંટણી લડી રહી છે. ભાજપે ખાસ રણનીતિ હેઠળ અહીંથી રઘુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે. ચાલો તમને જણાવીએ કે કોણ છે રઘુરાજ સિંહ શાક્ય?