Viral Video/ અક્ષય કુમારની ફિલ્મ જેવો કિસ્સો, બરફમાં ફસાયેલ 65 વર્ષના વૃદ્ધનો કૂતરાએ બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

અક્ષય કુમારની ફિલ્મ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક કૂતરાએ વૃદ્ધનો જીવ બચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લોકો વીડિયો શેર કરતા કૂતરાના વખાણ કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં દેશ-વિદેશની ઘટના અને કિસ્સા જોઈ શકો છો. વિદેશમાં બરફમાં ફસાયેલ એક વૃદ્ધનો આબાદ બચાવ થયાનો વીડિયોમાં […]

Top Stories World
YouTube Thumbnail 46 1 અક્ષય કુમારની ફિલ્મ જેવો કિસ્સો, બરફમાં ફસાયેલ 65 વર્ષના વૃદ્ધનો કૂતરાએ બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

અક્ષય કુમારની ફિલ્મ જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક કૂતરાએ વૃદ્ધનો જીવ બચાવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. લોકો વીડિયો શેર કરતા કૂતરાના વખાણ કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં દેશ-વિદેશની ઘટના અને કિસ્સા જોઈ શકો છો. વિદેશમાં બરફમાં ફસાયેલ એક વૃદ્ધનો આબાદ બચાવ થયાનો વીડિયોમાં જોઈ શકાય છે. કૂતરાના કારણે 65 વર્ષના વૃદ્ધનો જીવ બચી ગયો.

65 વર્ષીય વૃદ્ધ તેના કૂતરા સાથે ફરવા ગયો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો. તે બરફથી ઢંકાયેલા તળાવમાં ફસાઈ ગયો. તેણે બહાર નીકળવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે નીકળી શક્યો નહીં. જો કે, આ બનવા છતાં તેનો કૂતરો આખો સમય તેની સાથે રહ્યો. બાદમાં જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણે પણ આ બચાવ કામગીરીમાં પોલીસને સંપૂર્ણ મદદ કરી હતી. આ કિસ્સો અમેરિકાના મિશિગનનો છે. પોલીસે કૂતરાના પોતાના માલિકને બચાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

https://www.aajtak.in/

લોકો પોલીસની સાથે કૂતરાના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. જ્યારે રાહદારીઓએ માણસને ફસાયેલો જોયો, ત્યારે તેઓએ 911 પર ફોન કર્યો. જે બાદ મિશિગન સ્ટેટ પોલીસના મોટર કેરિયર ઓફિસર કેમેરોન બેનેટ્સને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. અહીં પહોંચ્યા પછી, બેનેટ્સે તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. બરફના પાણીમાં ફસાયેલા વ્યક્તિનું માથું અને ખભા જ સપાટીથી ઉપર દેખાતા હતા. આ જોઈ તેમને તરત ખ્યાલ આવી ગયો કે બચાવ કામગીરી ઝડપી બનાવી પડશે. બેનેટ્સે માણસ પર બચાવ ડિસ્ક ફેંકી. આ પછી અધિકારીએ કૂતરાને બોલાવ્યો અને સુરક્ષિત રીતે તેના કોલર પર રેસ્ક્યૂ ડિસ્ક મૂકી દીધી.

બેનેટ્સે માણસને રેસ્ક્યૂ ડિસ્કની મદદથી બહાર નીકળવાનું કહ્યું. આ પછી વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. કૂતરો હજુ પણ ત્યાં હાજર હતો. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 16 મિનિટનો સમય લાગ્યો હતો. તે બેનેટની ઝડપી કાર્યવાહી, કૂતરાની મદદ અને ગ્રાન્ડ ટ્રાવર્સ મેટ્રો ફાયર વિભાગના અગ્નિશામકોના પ્રયત્નોને આભારી છે કે માણસને બર્ફીલા પાણીમાંથી બચાવી લેવામાં આવ્યો. તેને સારવાર માટે મુન્સન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં તેને રજા આપવામાં આવી હતી. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા લોકો બેનેટેસની સાથે કૂતરાના ખૂબ વખાણ  કરતા તેને હીરો કહી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે