Not Set/ જો વેક્સિન નહીં લો તો ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક સહિતનાં કોઈ કામ નહીં થાય

ભારત સરકાર પણ તેજીથી આ કામને આગળ વધારી રહી છે ત્યારે હવે ધીમે ધીમે કોરોના વેક્સિનની અનિવાર્યતાને વધારીને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે

India
Untitled 72 જો વેક્સિન નહીં લો તો ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક સહિતનાં કોઈ કામ નહીં થાય

 રાજયમાં કોરોનાની બીજી લહેર  ભયંકર જોવા મળી હતી.  જેમાં  અલાખો લોકો કોરોનામાં  મૃત્યુ ના વાયરસ મહામારીનાં કારણે આખું વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યું છે અને ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસથી બચવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

ભારત સરકાર પણ તેજીથી આ કામને આગળ વધારી રહી છે ત્યારે હવે ધીમે ધીમે કોરોના વેક્સિનની અનિવાર્યતાને વધારીને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે જેથી જે લોકો હજુ પણ રસી લેવા તૈયાર નથી તે લેવા જાય.દેશના કેટલાય રાજ્યોમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રૅશન કાર્ડ સહિતનાં દસ્તાવેજો કરાવવા માટે કોરોના વાયરસ વેક્સિનેશન સર્ટિ હોવું ફરજિયાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કામની શરૂઆત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી કરી દેવામાં આવી છે. અહીં જે વ્યક્તિએ રસી નથી લીધી તેનું કોઈ જ કામ RTOમાં થઈ શકશે નહીં.

આ પણ વાંચો ;વિદ્યાર્થીઓના લાભાર્થે  / ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીને ડિપ્લોમામાં પ્રવેશ, 30 હજાર વિદ્યાર્થીઓને થશે લાભ

તંત્ર દ્વારા કડકાઇ રાખવાના આદેશ મળ્યા બાદ ગાઝિયાબાદ ARTO દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે RTOના કર્મીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જે તે વ્યક્તિનાં કોરોના વાયરસ વેક્સિન સર્ટિફિકેટ પણ અવશ્ય ચેક કરવામાં આવે. નહીં તેનું કોઈ કામ કરવામાં આવશે નહીં.આ સિવાય ગાઝિયાબાદમાં ખાસ કરીને બાંધકામ સાથે જોડાયેલા લોકોને કોરોના વાયરસની રસી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. અને ન લે તો કડક પગલાં લેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસનાં રસીકરણને કામયાબ બનાવવા માટે ગાઝિયાબાદ તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પણ ખાસ આવા જ પ્રકારનાં અલગ અલગ આદેશ આપવામાં આવ્યા છે. થોડા માહિના પહેલા જ ગુજરાત રાજ્યના તમામ વેપારીઓને આદેશ આપવામાં આવ્યા હતા કે જો વેપાર ધંધો ચાલુ રાખવા હોય તો કોરોના વાયરસની રસી લેવી ફરજિયાત રહેશે, તે બાદ અમદાવાદ તંત્ર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે વ્યક્તિએ કોરોના વાયરસની રસી લીધી ન હોય તેમને AMC તંત્રની કોઈ જાહેર જગ્યા જેવી કે કાંકરિયા તળાવ, AMTS બસ સહિતની જગ્યાઓ પર એન્ટ્રી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો ;અનોખી ભેટ / સુરતની એક કંપનીએ તેના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યા ભેટ