Not Set/ હિટલર સાથે તુલના બાદ CM યોગીનો વળતો પ્રહાર, મહારાષ્ટ્ર સરકાર પરપ્રાંતિયો માટે સાવકી માં પણ ન બની શકી

કોરોના કાળમાં પણ રાજનીતિ ઓછી થવાનુ નામ નથી લઇ રહી. છેલ્લા ઘણા સમયથી પગપાળા વતન જઇ રહેલા પ્રપ્રાંતિય મજૂરોને લઇને રાજનીતિ ખૂબ તેજ થઇ છે. જેમા શિવસેના પણ કૂદી ગઇ હતી અને ઉત્તર પ્રદેશ સરકરાની હિટલરશાહી ગણાવી હતી, જેનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું કે, મહારાષ્ટ્રને પોતાના લોહી-પરસેવાથી બનાવનાર યુપીનાં મજૂરોની સાથે શિવસેના-કોંગ્રેસ સરકારે માત્ર […]

India
2cc5eb33b18b7f329f85ae6ddfd4b5ea 1 હિટલર સાથે તુલના બાદ CM યોગીનો વળતો પ્રહાર, મહારાષ્ટ્ર સરકાર પરપ્રાંતિયો માટે સાવકી માં પણ ન બની શકી

કોરોના કાળમાં પણ રાજનીતિ ઓછી થવાનુ નામ નથી લઇ રહી. છેલ્લા ઘણા સમયથી પગપાળા વતન જઇ રહેલા પ્રપ્રાંતિય મજૂરોને લઇને રાજનીતિ ખૂબ તેજ થઇ છે. જેમા શિવસેના પણ કૂદી ગઇ હતી અને ઉત્તર પ્રદેશ સરકરાની હિટલરશાહી ગણાવી હતી, જેનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું કે, મહારાષ્ટ્રને પોતાના લોહી-પરસેવાથી બનાવનાર યુપીનાં મજૂરોની સાથે શિવસેના-કોંગ્રેસ સરકારે માત્ર છેતરપિંડી જ કરી છે. લોકડાઉનમાં તેમની સાથે છેતરપિંડી કરી, તેમને તેમના હાલત પર છોડી અને તેમને ઘરે જવાની ફરજ પાડી. આ અમાનવીય વર્તન માટે માનવતા ઉદ્ધવ ઠાકરેને ક્યારેય માફ નહીં કરે.

આપને જણાવી દઇએ કે, શિવસેનાનું છાપુ સામના માં ભાજપ અને ભાજપની રાજ્ય સરકારો પર પ્રવાસી મજૂરોનાં મુદ્દા પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે એક લેખમાં ભાજપનાં રાજ્ય સરકારોને કોરોના સંકટમાં મજૂરોનાં મુદ્દા પર ફેલ બતાવી છે. યોગી સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ મજૂરોને પાછા પ્રવેશ ન આપીને તેમની સાથે અમાનવીય વર્તન કરે છે. એટલું જ નહીં, આ લેખમાં સંજય રાઉતે યોગી આદિત્યનાથની તુલના હિટલર સાથે પણ કરી હતી અને સલાહ આપી હતી કે તેમણે મજૂરો સાથેનાં વ્યવહાર અંગે મનની ગાંઠ ખોલવી જોઈએ.

સીએમ યોગી આદિત્યનાથ દ્વારા સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી, ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, પોતાના લોહી-પરસેવાથી મહારાષ્ટ્રને બનાવનારને શિવસેના-કોંગ્રેસની સરકારથી માત્ર છેતરપિંડી જ મળી. લોકડાઉનમાં તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમને તેમની હાલત પર છોડી દેવાયા અને ઘરે જવાની ફરજ પાડી. આ અમાનવીય વર્તન માટે માનવતા ઉદ્ધવ ઠાકરેને ક્યારેય માફ નહીં કરે. પોતાના ઘરે પહોંચી રહેલા તમામ બહેનો અને ભાઇઓની પ્રદેશમાં પૂરી કાળજી લેવામાં આવશે. તેમની કર્મભૂમિને છોડવા મજબૂર કર્યા બાદ તેમની ચિંતાનું નાટક ન કરો. તમામ મજૂર કામદાર ભાઈઓને વિશ્વાસ છે કે હવે તેમનું જન્મસ્થળ હંમેશા તેમની સંભાળ રાખશે, શિવસેના અને કોંગ્રેસ આશ્વત રહે.

અન્ય એક ટ્વિટમાં સંજય રાઉત પર નિશાન સાધતા કહ્યું, ‘એક ભૂખ્યુ બાળક જ પોતાની માતાને શોધે છે. જો મહારાષ્ટ્ર સરકારે સાવકી માતાબનીને પણ ટેકો આપ્યો હોત, તો મહારાષ્ટ્રનું ગઢન કરનારા અમારા ઉત્તર પ્રદેશનાં રહેવાસીઓને પાછા ફરવુ ન પડ્યુ હોત. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનાં નેતૃત્વ હેઠળ, ઉત્તરપ્રદેશ હ્રદયપૂર્વક અને પ્રવાસી ભાઈ-બહેનોનાં ગૃહ પ્રદેશમાં જ પોતાના દરેક પ્રવાસી કામદાર-શ્રમિકો બંધુઓનું સ્વાગત કરી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.