Not Set/ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ, સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી જોવા ન મળ્યા

અરવલ્લી, સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે એ સાથે જ ચૂંટણી વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે પણ તંત્રને આદેશ કર્યો છે. ત્યારે આચારસંહિતાના અમલ માટે દરેક સરહદો પર સલામતી સુરક્ષા ચુસ્ત બનાવવાની હોય છે. અરવલ્લી […]

Top Stories Gujarat Others
mantavya 292 લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ, સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી જોવા ન મળ્યા

અરવલ્લી,

સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે એ સાથે જ ચૂંટણી વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે પણ તંત્રને આદેશ કર્યો છે.

ત્યારે આચારસંહિતાના અમલ માટે દરેક સરહદો પર સલામતી સુરક્ષા ચુસ્ત બનાવવાની હોય છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાનને જોડતી ઉન્ડવા ગામે આવેલ સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી કે સુરક્ષા કર્મી જોવા ન મળ્યા.

mantavya 293 લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ, સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી જોવા ન મળ્યા

ચૂંટણી ટાણે કોઈ વિસ્ફોટક પદાર્થ કે નશીલી ચીજ વસ્તુઓ ગુજરાતમાં ઘૂસે અને ચૂંટણી સમયે અરાજકતા ફેલાય તો જવાબદાર કોણ એથી પણ વધુ હાલ આ ચેકપોસ્ટ પર કાયમી ફરજ બજાવતા માત્ર 2 કોન્સ્ટેબલો છે તેઓ પણ પોતાનું મોટરસાયકલ લઇ ને ચેકપોસ્ટ પર ફરજ માટે આવે છે.

mantavya 294 લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ, સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી જોવા ન મળ્યાmantavya 295 લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ, સરહદ પર આચારસંહિતાના અમલ માટે કોઈ જ કર્મચારી જોવા ન મળ્યા

કોઈ કેફી પદાર્થ કે વિસ્ફોટક લઈ ગુજરાત તરફ કોઈ ઈસમ ભાગવાની કોશિશ કરે એવા સમયે તેમનો પીછો કરવા માટે જીપ કે અન્ય મોટું વાહન પણ સરહદ પર તૈનાત નથી ત્યારે ચૂંટણી સમયે આવી સરહદો પર સધન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે એ ખાસ જરૂરી છે.