liquer/ અરવલ્લીમાં 37 લાખના દારૂ સાથે 52.89 લાખની માલમત્તા કબજે

પોલીસે 2 આરોપીને ઝડપી લીધા, દારૂનો જથ્થો મોકલનાર સહિત ત્રણ ફરાર

Gujarat
Beginners guide to 52 3 અરવલ્લીમાં 37 લાખના દારૂ સાથે 52.89 લાખની માલમત્તા કબજે

Gujarat News : અરવલ્લીમાં મોડાસા રોડ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ ટ્રકમાંથી દારૂનો જથ્થો અને વાહન મળીને કુલ રૂ. 52,89,740 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ સંદર્ભે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ મોડાસા રોડ પરના ટોલ પ્લાઝા પાસેથી દારૂ ભરેલો ટ્રક કબજે કર્યો હતો. જેમાં રૂ. 37, 84,800 નો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક અને 2 મોબાઈલ મળીને કુલ રૂ. 52,89,740 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ સંદર્ભે પોલીસે હરિયાણાના બે શખ્સો મુકેશ વી. ચૌધરી અને રાકેશ જી.આંબેડકરની ધરપકડ કરી હતી. જ્યારે દારીનો જથ્થો મોકલનારા રાજેશ બિશ્નોઈ તથા દારૂ મંગાવનારા અને ટ્રકના માલિક મળીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને માલપુર પોલીસ સ્ટેશનમાં લોંપવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી