- ખેડા-ચકલાસી પાસે બટાકાના ગોડાઉનમાં આગ
- વેલ્ડિંગ કામ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં આગ
- ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે
- 1 કલાકની જહેમત બાદ આગ આવી કાબુમાં
- આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહી
ગુજરાતમાં આગનાં બનાવોનાં કેસો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડા જિલ્લામાંથી મળી આવ્યો હતો. ક્યારેક આગ એવી પણ હોય છે જેના લીધે લાખો કરોડોનાં માલનું નુકશાન થતું હોય છે. ત્યારે ખેડાનાં ચકલાસી પાસે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું હતું.
Crime: પ્રેમી સાથે થયો ઝઘડો તો મહિલાએ પ્રેમીની સગીર દીકરીનાં ફોટો અપલોડ કરી બતાવી કોલગર્લ
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાનાં ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં આગ લાગી હતી. વેલ્ડિંગ કામ દરમિયાન કોલ્ડ સ્ટોરરેજમાં આગ લાગી હતી. સ્થાનીકોએ ફાયર બિગ્રેડ ટીમને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.
News: ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર-નવાર આગની ઘટના બનતી રહે છે. આ પહેલા પણ આપને યાદ હશે કે સુરતમાં આગની મોટી ઘટના બની હતી, જેણે માસૂમ બાળકોનાં જીવ લઇ લીધા હતા. જો કે ખેડા જિલ્લાનાં ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં જે આગ લાગી છે તેનું કારણ હજુ જાણી શકાયુ નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…