Not Set/ ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પણ એક વર્ષ માટે ટેક્સ મુક્તિ

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના ઉદ્યોગોને પ્રાણવાયુ મળે તે માટે 24 કલાકની અંદર બીજો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને

Top Stories Gujarat
cor meeting 1 ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પણ એક વર્ષ માટે ટેક્સ મુક્તિ

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતના ઉદ્યોગોને પ્રાણવાયુ મળે તે માટે 24 કલાકની અંદર બીજો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.અગાઉ મુખ્યમંત્રીએ હોટલ રિસોર્ટ અને રેસ્ટોરેન્ટ માટે એક વર્ષ ટેક્સમાંથી મુક્તિની જાહેરાત કરી હતી ત્યારે હવે વધુ એક ઉદ્યોગને રાહત આપી છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Cinemas can run at full capacity, film industry feeling good - The Hindu BusinessLine

 

 

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રી એ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

Gujarat: PIL challenges restriction on outside food in cinema halls

 

કોરોનાના કારણે મંદીનો માર વેઠી રહેલી હોટલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ ખરેખર મોટી રાહત આપનારો નિર્ણય કર્યો છે. કોરોનાની માર્ગદર્શિકા અને કોરોના માટેના ડર બંનેના કારણે હોટલ ઉદ્યોગને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ એક સમયે અસંખ્ય લોકોને રોજગારી પૂરી પાડી રહેલો હોટેલ ઇન્ડસ્ટ્રીઝને મોટુ પ્રોપર્ટી ટેક્સ ભરવાના કારણે પડયા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઉપસ્થિત થાય તેમ હતી. પરંતુ રાજ્યની હોટલ ઈન્ડસ્ટ્રીઝને વહારે મુખ્યમંત્રી આવતા કોર કમિટીની મળેલી બેઠકમાંહવે તેઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

hotel and resort ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પણ એક વર્ષ માટે ટેક્સ મુક્તિ

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

majboor str 10 ગુજરાતમાં સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પણ એક વર્ષ માટે ટેક્સ મુક્તિ