અંધશ્રદ્ધા/ અંધશ્રદ્ધામાં ડૂબેલા માતા-પિતાએ પોતાના જ માસૂમને અપાવ્યા ડામ

આજે દુનિયા ભવિષ્યમાં સ્પેસમાં રહેવાની ટેકનોલોજી વિશે વિચારી રહી છે, ત્યારે ભારતમાં હજુ પણ ઘણા લોકો એક એવી માનસિક બિમારીમાં જીવી રહ્યા છે જ્યા બાળકને બિમારીથી બચાવવા ડામ આપવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, બાળકોને ડામ અપાવવા ખુદ તેના જ માતા-પિતા ધૂતારાઓ પાસે લઇને જાય છે. ત્યારે સૌ કોઇ વિચારવા મજબુર […]

Top Stories Gujarat Others
child dam અંધશ્રદ્ધામાં ડૂબેલા માતા-પિતાએ પોતાના જ માસૂમને અપાવ્યા ડામ

આજે દુનિયા ભવિષ્યમાં સ્પેસમાં રહેવાની ટેકનોલોજી વિશે વિચારી રહી છે, ત્યારે ભારતમાં હજુ પણ ઘણા લોકો એક એવી માનસિક બિમારીમાં જીવી રહ્યા છે જ્યા બાળકને બિમારીથી બચાવવા ડામ આપવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, બાળકોને ડામ અપાવવા ખુદ તેના જ માતા-પિતા ધૂતારાઓ પાસે લઇને જાય છે. ત્યારે સૌ કોઇ વિચારવા મજબુર બની ગયા છે કે અંધશ્રદ્ધાનું આ ભૂત ક્યા જઇને અટકશે.

child dammm અંધશ્રદ્ધામાં ડૂબેલા માતા-પિતાએ પોતાના જ માસૂમને અપાવ્યા ડામ

બનાસકાંઠામાં બનેલી ઘટનાએ એકવાર ફરી ગુજરાતમાં અંધશ્રદ્ધાનો ભૂત જીવંત હોવાનુ સાબિત કર્યુ છે. આપને જણાવી દઇએ કે, બનાસકાંઠાનો વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. લાખણી તાલુકાનાં ગણતા ગામે સાત માસની બાળકીને ડામ આપવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અહી બાળકીનાં માતા-પિતા જ તેના દુશ્મન બન્યા છે. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો, બાળકીને કબજિયાત રહેતી હોવાથી માતા-પિતાએ તેને ડૉક્ટર પાસે નહી પણ એક ધૂતારા પાસે લઇ જવાનુ પસંદ કર્યુ હતુ. જ્યા આ બાળકીનાં શરીર પર ડામ આપવામાં આવ્યા હતા. ડામ અપાયા બાદ બાળકીની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

નોંધનીય છે કે, અગાઉ આવા જ પ્રકારનો અંધશ્રદ્ધાનો બનાવ બનાસકાંઠાનાં સુઈગામનાં વાછરડા ગામે બન્યો હતો જ્યા માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હતો.