ગાંધીનગર/ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આજે વિવિધ ક્ષેત્રે કુલ 16 MOU કરાયા

આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મહાત્મા મંદિરખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Gujarat
Untitled 81 1 વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આજે વિવિધ ક્ષેત્રે કુલ 16 MOU કરાયા

રાજયમાં  એક  તરફ કોરોના  કેસો  વધતાં જોવા મળી રહયા છે ત્યારે વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૨૦૨૨માં તારીખ ૧૦ થી ૧ર દરમ્યાન યોજાવાનું છે. મહત્વનુ  છે  કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ર૦૦૩થી શરૂ થયેલી આ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મહાત્મા મંદિરખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મહાત્મા મંદિર ખાતે પણ મેઇન્ટેનન્સનું કામ શરૂ કરાયું છે. જો કે આ વખતે કોરોના અને ઑમિક્રૉનનુંકટ પણ વાયબ્રન્ટ પર તોળાઈ રહ્યું છે.જેને લઇ ડેલોગેશન સીટીંગ એરેન્જમેન્ટથી માંડી જમવા માટે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યાં છે.

આ પણ  વાંચો:ખુલ્યો ભેદ! / કાનપુરની અબજોની રકમમાં ગુજરાત કનેક્શન!

વાયબ્રન્ટ સમિટની આગામી ૧૦મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના એમઓયુ કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ એમઓયુ સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. આ સૂચિત રોકાણો માટેના જે એમઓયુ થયા છે તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રીત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના એમઓયુ મુખ્યત્વે રહ્યા છે.

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના એમઓયુ પણ આ સોમવારે કરવામાં આવ્યા છે. આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહિ, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે. સોમવાર તા.ર૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ એમઓયુની પાંચમી કડીમાં આ ઉપરાંત ૭૦ મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્સ માટે એમઓયુ થયા હતા.

આ પણ  વાંચો:NITI Aayog 4th Health Index / દેશમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો ક્રમ જાહેર, સ્વાસ્થ્ય સેવા આપવામાં કેરળે બાજી મારી…..