સુરત/ ગટરમાં સોનું શોધવા પડેલા બે અજાણ્યા વ્યક્તિઓના મોત

સુરત માં મોત પામેલ વ્યક્તિઑ બાબતે કેટલાક લોકોનું કહેવું હતું કે તે બંનેને ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા.

Top Stories Surat
સુરત ગટર

સુરત માં એક અત્યંત દયનીય ઘટના ઘટી છે. ભૂગર્ભ ગટરમાં પડેલા બે શખ્સોના મોત નિપજ્યા છે. સુરત માં બે બે શ્રમિકોનાં પરિવારો નોધારા બની ગયા છે. બંને લોકોનાં ગટરમાં ગૂંગળાઈ જવાથી મોત થયા છે. ગટરમાંથી બંનેને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ થઈ રહી છે અને તપાસ ચાલુ છે.

મળતી વિગત અનુસાર સુરતના અંબાજી રોડ ઉપર મહાલક્ષ્મી ચોકની પાસે આ દુર્ઘટના ઘટી છે. જ્યાં બે અજાણ્યા શખ્સો ગટરમાં સોનાનો પાવડર શોધવા પડ્યા હતા અને તેના મોત નીપજ્યા છે. રાત્રે ત્રણ વાગ્યે ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને સખ્શોને ગટરમાથી બહાર કાઢ્યા હતા. જયારે એ શખ્સોને ગટરમાથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તે બંને બેભાન અવસ્થામાં હતા અને તેને તાત્કાલિક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે બંને શખ્સોનાં મોતનું કારણ અકબંધ હતું જો કે એક બંનેને ગટર સાફ કરવા ઉતારાયા હોય એવી વાત વહેતી થઈ હતી.

ગટરમાં ગૂંગળાઈને બે શખ્સના મોત થયા એ બંને શખ્સો ગટરમાં મોડી રાત્રે સોનાનો પાવડર એકત્ર કરવા પડ્યા હોવાનું જાણવા મળે છે. બંને પાલિકાના સફાઈકર્મચારીઓ નહિ હોવાનો ખુલાસો થયો છે. અંબાજી રોડ ઉપર સોનાનું ઘણું કામ થાય છે અને તેનો વેસ્ટ ગટરમાં જતો હોય છે અને તે વેસ્ટ એકત્ર કરવા લલચાઈને બંને શખ્સો ગટરમાં ઉતર્યા હોવાનું જાણવા મળે છે. સ્થાનીકોના જણાવ્યા અનુસાર બંને સખ્સો અજાણ્યા હતા. જો કે કેટલાક લોકોનું કહેવું હતું કે તે બંનેને ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. બંને અજાણ્યા વ્યક્તિઓનાં મોતનું સાચું સત્ય વધુ તપાસ બાદ જાણવા મળશે અને તપાસ હજુ ચાલી રહી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : દેશમાં મોંઘવારીએ મૂકી માઝા,સતત બીજા દિવસે પણ CNGના ભાવમાં વધારો, એક સપ્તાહમાં 9 રૂપિયાનો વધારો

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના વઢવાણમાં પુત્રના મૃત્યુ બાદ સાસુ-સસરાએ પુત્રવધુના માતા-પિતા બની નિકાહ કરાવ્યા

આ પણ વાંચો :અમદાવાદ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં ધરખમ ઘટાડો

આ પણ વાંચો :યુક્રેનના બુચામાં ‘નરસંહાર’ પર પુતિનની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે કહી આ વાત