Politics/ શું BJPથી નારાજ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર આપશે રાજીનામું…?

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અમુલ ડેરીમાં નોમિની ડિરેક્ટરની નિમણૂકને લઈને નારાજ છે. ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક સંગઠન દ્વારા અવગણના થતી હોવાના આક્ષેપ લગાવ્યા છે. આ મામલે તેમણે સંગઠનમાં પણ રજૂઆત કરી હતી.

Top Stories Gujarat Others
અબડાસા 22 શું BJPથી નારાજ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર આપશે રાજીનામું...?

અત્યારે ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી છે. જે સાથે નેતાઓના જોડતોડની ગેમ પર પુરા જોશ સાથે રમી રહી છે. તેવામાં ભાજપના એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષથી નારાજ હોવાના સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અમુલ ડેરીમાં નોમિની ડિરેક્ટરની નિમણૂકને લઈને નારાજ છે. ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક સંગઠન દ્વારા અવગણના થતી હોવાના આક્ષેપ લગાવ્યા છે. આ મામલે તેમણે સંગઠનમાં પણ રજૂઆત કરી હતી.

નોધનીય છે કે, અમૂલડેરી સભાસદની ચૂંટણીમાં ગોવિંદ પરમારની હાર થઇ હતી. હાર માટે સાંસદ અને જિલ્લા સંગઠન ભાજપ જવાબદાર ગણાવ્યા હતા. ગોવિંદ પરમારે ચૂંટણીમાં 80 થી 85 લાખ ખર્ચ કર્યો હતો. ધારાસભ્ય અને નિકટવર્તીમાં નારાજ થઇને ધારાસભ્યપદેથી રાજીનામું આપવાની પણ ચર્ચા એ વેગ પકડ્યો છે. 23 ઓક્ટોબરે ચેરમેન-વાઇસચેરમેનની ચૂંટણી યોજાવાની છે. હાલ તો સંગઠન ગોવિંદ પટેલ ને મનાવવામાં કામે લાગ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જયારે આણંદના સાંસદ મિતેષ પટેલે પણ  સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે,  ગોવિંદ પરમાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે.