- રાધનપુર:કાર અને બાઇક વચ્ચે અકસ્માત
- બાઇક પર જતા પિતા-પુત્રને નડ્યો અકસ્માત
- પ્રેમનગર પાસે સર્જાયો અકસ્માત
- બાઇક પર સવાર 1 નું મોત, 1 ગંભીર
- ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર અર્થે ખસેડાયો
રાધનપુરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે લોકોમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઈએ જે પ્રેમનગર પાસેથી બાઇક પર જતાં પિતા-પૂત્રને અકસ્માત નડ્યો હતો. બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રને પુર ઝડપે આવી રહેલા કારે ટક્કર મારતા આ ઘટના બની હતી. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
https://youtu.be/dpiDFLXCOcc?t=5
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.