Politics/ પાટીલ ભાઉ, કઈપણ બોલતાં પહેલાં સ્ક્રિપ્ટ દિલ્હીથી મંજુર કરાવો : અમિત ચાવડાનો પ્રહાર

તેમજ કઈપણ બોલો એ પહેલાં સ્ક્રિપ્ટ દિલ્હીથી મંજુર કરાવો…દિલ્હીથી આદેશ થયા પછી નિર્ણય જુદા થાય છે તેવો વળતો જવાબ અમિત ચાવડાએ આપ્યો છે.

Top Stories Gujarat Others
અબડાસા 23 પાટીલ ભાઉ, કઈપણ બોલતાં પહેલાં સ્ક્રિપ્ટ દિલ્હીથી મંજુર કરાવો : અમિત ચાવડાનો પ્રહાર

ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે થોડા સમય પહેલા હવે કોઈ કૉંગ્રેસમાંથી આવેલાને અમે ટિકિટ આપીશું નહિ.  અમે બીજેપીના નેતાઓને જ તક અપીશું.  તેમજ ભારતીય જનતા પાર્ટી પોતાના બલબૂતા પર ચૂંટણી લડવા માટે સક્ષમ છે.   આવું નિવેદન આપ્યું હતું.

જેનો આજે કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ વળતો પ્રહાર કરતા સલાહ પણ આપી છે અને જણાવ્યું હતું કે સી આર ભાઉ ગાજ્યાં હતા એવા વરસ્યા નહીં.  તેમજ કઈપણ બોલો એ પહેલાં સ્ક્રિપ્ટ દિલ્હીથી મંજુર કરાવો…દિલ્હીથી આદેશ થયા પછી નિર્ણય જુદા થાય છે તેવો વળતો જવાબ અમિત ચાવડાએ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત થયા બાદ પાટીલ ભાઉ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા હતા.