Not Set/ લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી એલસીબી ટીમે શંકાસ્પદ બાયોડિઝલનો 12000 લી.નો જથ્થો ઝડપી પાડયો હતો. 8.40 લાખના બાયોડિઝલ સાથે, ફ્યુઅલ પંપ સહિત 9.72 લાખના મુદ્દામાલ

Top Stories Gujarat
bio disel લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી એલસીબી ટીમે શંકાસ્પદ બાયોડિઝલનો 12000 લી.નો જથ્થો ઝડપી પાડયો હતો. 8.40 લાખના બાયોડિઝલ સાથે, ફ્યુઅલ પંપ સહિત 9.72 લાખના મુદ્દામાલ સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો હતો. પરંતુ 1 ઈસમ હાજર મળ્યો નહોતો.

bio disel 2 લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર બોડીયા ગામ નજીક આવેલી અવધ હોટલના કમ્પાઉન્ડમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા શંકાસ્પદ બાયોડિઝલના કાળા કારોબાર પર LCB ટીમે દરોડો પાડ્યો હતો. એલસીબી PI ડી.એમ.ઠોલ, PSI વી.આર.જાડેજા, ઋતુરાજસિંહ મકવાણા, હિતેષભાઈ ભરવાડે અવધ હોટલના કમ્પાઉન્ડમાં બનાવેલી ઓરડી, ખુલ્લા વરંડામાંથી 8,40,000 રૂપિયાનો 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો, ઈલેક્ટ્રીક મોટર, ફ્યુઅલ પંપ સહિત 9,72,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસની આબરૂના વટાણા વેરી નાંખ્યા હતા. શંકાસ્પદ બાયોડિઝલનો વેપાર કરતો અશ્વિન અભાભાઈ અસ્વારને ઝડપી લીધો હતો. પરંતુ તેનો સાથી ગોપાલ માલદેભાઈ અસ્વાર હાજર મળ્યો નહોતો.

હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ બાયોડિઝલ ઝડપાયું છતાં હોટલના માલિકનું નામ ફરિયાદમાંથી ગાયબ

કોઈપણ ગુનો જે-તે સ્થળે બન્યો હોય તે સ્થળના માલિકનું નામ પોલીસ ફરિયાદમાં લખાતું હોય છે. પરંતુ અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો હોવા છતાં હોટલના માલિકનું પોલીસ ફરિયાદમાં નામ લખાયું નથી. જેને લઈ અનેક ચર્ચા વહેતી થઈ છે. અવધ હોટલમાં રાજકારણીઓની અવરજવર
રહેતી હોય છે.

હોટલના કમ્પાઉન્ડમાં ગોરખધંધાની માલિકને ખબર ન હોય તે કેવી રીતે મનાય

FRIમાં હોટલના માલિકના નામનો ઉલ્લેખ નહીં જોઈ અનેક સવાલો ઊભા થયા છે. કમ્પાઉન્ડમાં ચાલતા ગોરખધંધા વિશે માલિક અજાણ હોય તે વાત કોઈના ગળે ઉતરતી નથી. અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ બાયોડિઝલનો વેપલો થતો હોય તેની માલિકને ખબર ન હોય તે વાત કેવી રીતે માની શકાય?

સ્થાનિક પોલીસની ભૂમિકા પણ શકના દાયરામાં 

લીંબડી પોલીસ મથકથી દોઢેક કિ.મી દૂર હાઈવે પર દુકાન નં-27માંથી રવિવારે 2500 લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો હતો. લીંબડી પોલીસ મથકથી 8 કિ.મી દૂર અવધ હોટલમાં ફ્યુઅલ પંપ ઉભો કરી શંકાસ્પદ બાયોડિઝલનો વેપલો થતો હોય તો પણ તેની સ્થાનિક પોલીસને જાણ ન હોય તે વાતને લઈને પોલીસની ભૂમિકા ઉપર અનેક સવાલો ઊભા થયા છે.

યોગ્ય તપાસ થાય તો અનેક મોટા માથાના નામ ખુલવાની આશંકા 

અવધ હોટલના કમ્પાઉન્ડમાં કેટલા સમયથી શંકાસ્પદ બાયોડિઝલનો વેપલો ચાલતો હતો? અત્યાર સુધીમાં કેટલા લીટર શંકાસ્પદ બાયોડિઝલનું વેચાણ થયું? કોને-કોને વેચાણ કરાયું? કોની પાસેથી શંકાસ્પદ બાયોડિઝલ લાવવામાં આવતું હતું? સહિતની યોગ્ય તપાસ થાય તો અનેક મોટા માથાના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે.

sago str 10 લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો