elelction/ કોંગ્રેસે “મારુ બુથ મારુ ગૌરવ “અભિયાન આરંભ કર્યો,દોઢ કરોડ પરિવારનો સીધો સંપર્ક કરશે!જાણો

કોંગ્રેસે પણ પ્રચાર માધ્યમમાં કમરકસી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજથી ત્રણ દિવસ માટે મારુ બુથ મારુ ગૌરવ કેમ્પઇન અંતર્ગત દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરાશે

Top Stories Gujarat
2 59 કોંગ્રેસે “મારુ બુથ મારુ ગૌરવ “અભિયાન આરંભ કર્યો,દોઢ કરોડ પરિવારનો સીધો સંપર્ક કરશે!જાણો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો  જ બાકી છે, રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા  મળી રહ્યો છે .રાજ્યમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો નથી, હવે આમ આદમી પાર્ટી સાથે AIMIM પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે,અને પ્રચાર માધ્યમ તેજ કરી દીધો છે. કોંગ્રેસે પણ પ્રચાર માધ્યમમાં કમરકસી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજથી ત્રણ દિવસ માટે મારુ બુથ મારુ ગૌરવ કેમ્પઇન અંતર્ગત દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરાશે. પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ , ધારાસભ્ય અને બુથ સુધીના તમામ કાર્યકર્તાઓ જન જન સુધી પહોંચી રાહુલ ગાંધીના આઠ વચનો રૂપે નાગરિક અધિકાર પત્ર આપી રહ્યા છે.

કોંગ્રેસ પહેલીવાર ૫૨ હજાર બુથ સુધી કોંગ્રેસના આઠ વંચન સાથે નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરી છે. ૫૨ હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોંપાઇ છે. બુથમાં મતદાર યાદીના દરેક પાના દીઠ તે પાના પર જે નામ હોય તામાંથી એક કાર્યકરને પ્રેઇઝ પ્રભારી બનાવવાનો છે. અને તે પ્રેઇઝના 30 મતદારોને મતદાન કરાવાની જવાબાદીર સોંપાશે. આ ઉપરાત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઠ કરોડ પત્રિકા આપવામાં આવશે. કોંગ્રસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા શનિવારથી ત્રણ દિવસ સુધી જન જન સુધી લઇ જશે.