રાજકોટ/ શું કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાશે AAPમાં? જાણી શું છે વાસ્તવિકતા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી.

Top Stories Gujarat Rajkot
ઇન્દ્રનીલ
  • રાજકોટઃ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાઇ શકે
  • પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
  • કોંગ્રેસના પ્રદેશ માળખામાં આપ્યું છે સ્થાન
  • જો કે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા
  • તેઓ AAPના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા તેજ બની છે. તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી પણ સંભાવના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એક-બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ભાવનગર પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજગુરુએ રાજનામું આપ્યું હતું. ઇન્દ્રનીલ રાજગુરુ ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે.

સમગ્ર ઘટના સામે આવતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યુ હતુ કે, પહોંચી ન શકવાના કારણે ભાવનગરના પ્રભારી તરીકે રાજીનામું આપ્યુ છે. હાલ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ તરીકે મારી ફરજ ચાલુ છે. મારી કોંગ્રેસ સાથે કોઈ નારાજગી નથી. જે વાત સામે આવી છે તે માત્ર અફવા છે.

આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો :વડોદરામાં કેમેસ્ટ્રીના પેપર પહેલા જ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :ધાનેરામાં બે વર્ષ સુધી બસ સેવા ઠપ્પ, વિદ્યાર્થીઓએ અભદ્ર સ્થિતિમાં રોકી બસ

આ પણ વાંચો :નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માટે છે મુખ્યમંત્રીનો ચહેરો, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, 21 એપ્રિલે દાહોદમાં ભવ્ય જનસભાને સંબોધશે