- વડોદરાઃ ધો. 12 ના વિદ્યાર્થિનીનો આપઘાત
- વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત
- પરીક્ષામાં નાપાસ થવાના ડરે કર્યો આપઘાત
- કેમેસ્ટ્રીના પેપર પહેલા જ વિદ્યાર્થિનીનો આપઘાત
- પરીક્ષાના ડિપ્રેશનમાં આવી કર્યો આપઘાત
ગુજરાત રાજ્યમાં હાલ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે આવામાં પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે છે કે, વિદ્યાર્થીઓમા તણાવ તેમના પર એટલો બધો હાવિ થઈ જાય છે કે ન ભરવાનુ પગલુ ભરી બેસે છે. ત્યારે આવામાં વડોદરામાં ધો. 12 ના વિદ્યાર્થિનીનો આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાની આશંકા સેવાઇ રહી છે.
આજવારોડ પર સરદાર એસ્ટેટ પાછળ ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા નિલેશભાઇ દેસાઇ યોગી પ્લાસ્ટિક નામની ફેક્ટરી ધરાવે છે તેમને સંતાનમાં બે પુત્રીઓ પૈકી મોટી પુત્રી મેડિકલનો અભ્યાસ કરે છે જ્યારે નાની પુત્રી નિશા ઉર્ફ બબુ(ઉ.વ.19) પાર્થ ઇન્સ્ટિટ12 માં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી.
વિદ્યાર્થિનીનો પરીક્ષાનો નંબર રોઝરી સ્કૂલમાં આવ્યો હતો. તેનું આજે કેમિસ્ટ્રીનું પેપર હોવાથી એની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ એ પરીક્ષાને કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ જ રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે તેની માતા ઉઠાડવા જતાં પુત્રીનો મૃતદેહ રૂમમાં પંખા પર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતાં ચોંકી ઊઠયાં હતાં.
આ અંગે બાપોદ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહનું પીએમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે નિશાનું ફિઝિક્સનું પેપર સારું નહી જવાથી તે ડિપ્રેશનમાં રહેતી હતી અને તે કારણે જ અંતિમ પગલું ભર્યુ હોઇ શકે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :અમદાવાદના પીરાણા રોડ પાસે કાપડના ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ,ભારે જેહમત બાદ આગ કાબુમાં
આ પણ વાંચો :ગોપાલ ઇટાલિયાએ નરેશ પટેલના મામલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર…
આ પણ વાંચો : તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કર્યો છે : શકિતસિંહ ગોહિલ
આ પણ વાંચો :ધાનેરામાં બે વર્ષ સુધી બસ સેવા ઠપ્પ, વિદ્યાર્થીઓએ અભદ્ર સ્થિતિમાં રોકી બસ
